Site icon

UT 69 trailer: રાજ કુન્દ્રા ની ડેબ્યુ ફિલ્મ UT 69 નું ટ્રેલર થયું રિલીઝ, ખાવા- સુવા માટે કર્યો સંઘર્ષ,જાણો શિલ્પા શેટ્ટી ના પતિ એ આર્થર રોડ જેલ માં કેવી રીતે વિતાવ્યા 64 દિવસ

UT 69 trailer:પોલીસે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. હવે તેની આ જ વાર્તા મોટા પડદા પર બતાવવામાં આવશે. ફિલ્મ માં એ બતાવવામાં આવશે કે કેવી રીતે રાજ કુન્દ્રા એ જેલ માં 64 દિવસ વિતાવ્યા તેની સાથે જેલ માં કેવો વ્યવહાર થતો હતો. આ ફિલ્મ નું નામ UT 69 છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

ut 69 trailer release know raj kundra experiences in jail

ut 69 trailer release know raj kundra experiences in jail

News Continuous Bureau | Mumbai

UT 69 trailer:રાજ કુન્દ્રાની આગામી ફિલ્મ ‘UT 69’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ માં એ બતાવવામાં આવશે કે કેવી રીતે રાજ કુન્દ્રા એ જેલ માં 64 દિવસ વિતાવ્યા તેની સાથે જેલ માં કેવો વ્યવહાર થતો હતો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2021 માં પોરનોગ્રાફી કેસ માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ બે મહિના જેલમાં પસાર કરવા પડ્યા હતા. 

Join Our WhatsApp Community

 

ફિલ્મ  ‘UT 69’ નું ટ્રેલર 

ટ્રેલરની શરૂઆત ટીવી પર એ સમાચારથી થાય છે કે પોર્નોગ્રાફી કેસ માં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પછી તેને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવે છે. જ્યારે તે જેલમાં પ્રવેશે છે ત્યારે પોલીસ તેની બેગ તપાસે છે. આ દરમિયાન પોલીસ તેને તેના તમામ કપડા કાઢી નાખવાનું કહે છે. જેલમાં, તે કેદીઓનો સામનો કરે છે જેઓ તેને પૂછે છે કે શું તેને ‘બિગ બોસ’માં ભાગ લીધો હતો. બે કેદીઓ વાત કરતા તેને ‘પોર્ન કિંગ’ કહે છે. તો કેટલાક કેદીઓ ટીવી પર શિલ્પા શેટ્ટીનો શો જોઈ રહ્યા છે અને તેમની સામે અભિનેત્રીને ‘કડક માલ’ કહીને બોલાવે છે.

ફિલ્મ ‘UT 69’ થી એક્ટિંગ માં ડેબ્યુ કરી રહ્યો છે રાજ કુન્દ્રા 

શિલ્પા શેટ્ટી નો પતિ રાજ કુન્દ્રા ફિલ્મ ‘UT 69’થી એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં આર્થર રોડ જેલમાં વિતાવેલા રાજ ના દિવસો દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ નું નિર્દેશન શાહનવાઝ અલીએ કર્યું છે. રાજની આ ફિલ્મ 3 નવેમ્બરે રિલીઝ થશે.

આ  સમાચાર પણ વાંચો : TMKOC Disha vakani: નવરાત્રી ના ખાસ અવસર પર પરિવાર સાથે જોવા મળી તારક મહેતા ની દયા ભાભી,ચણીયા ચોળી માં સજ્જ દિશા વાકાણી એ લીધી ગરબા પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version