News Continuous Bureau | Mumbai
Vadh 2 Review:જો તમે એવું વિચારતા હોવ કે તમે દરેક મર્ડર મિસ્ટ્રીમાં કાતિલ કોણ છે તે જાણી લો છો, તો ‘વધ 2’ તમારો આ ભ્રમ તોડી નાખશે. આ ફિલ્મ તેના પહેલા ભાગ કરતા પણ વધુ આઘાતજનક અને રસપ્રદ છે. 2 કલાક 10 મિનિટની આ ફિલ્મમાં ડ્રામા, ઈમોશન અને ખતરનાક સસ્પેન્સનું પરફેક્ટ મિશ્રણ જોવા મળે છે.આ ફિલ્મ ‘વધ’ ની સિક્વલ નથી પણ એક તદ્દન નવી વાર્તા છે. ફિલ્મની શરૂઆત એક ‘વધ’ થી થાય છે, પરંતુ તે કોણે કર્યો અને શા માટે કર્યો તે જાણવા માટે તમારે સિનેમાઘરમાં જવું પડશે. ફિલ્મની પટકથા એટલી મજબૂત છે કે તે તમને એક ક્ષણ માટે પણ મોબાઈલ જોવાનો મોકો આપશે નહીં. ફિલ્મમાં દરેક પાત્રના રહસ્યો એક પછી એક ખુલે છે જે પ્રેક્ષકોને જકડી રાખે છે.
આ સમાચાર પણ વાંચો : Rajpal Yadav in Trouble: રાજપાલ યાદવને હાઈકોર્ટે જેલ જવાનો આદેશ આપ્યો, અભિનેતાની બચવાની તમામ કોશિશો નિષ્ફળ
સંજય મિશ્રા અને નીના ગુપ્તાની બેમિસાલ એક્ટિંગ
સંજય મિશ્રાએ સાબિત કરી દીધું છે કે તેઓ કેટલા નેચરલ એક્ટર છે. નીના ગુપ્તા સાથેની તેમની લવ સ્ટોરી અને તેમનો ડરપોક અવતાર બંનેમાં તેઓ કમાલના લાગે છે. નીના ગુપ્તાએ પણ પોતાના પાત્રને ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે. આ બંને દિગ્ગજ કલાકારો વચ્ચેની કેમેસ્ટ્રી પ્રેક્ષકોના દિલ જીતી લે છે.કુમુદ મિશ્રાએ એક ઈમાનદાર જેલરના પાત્રમાં જીવ રેડી દીધો છે. તેમનું પાત્ર અનોખું અને પ્રભાવશાળી છે. અમિત સિંહ એક પોલીસ ઓફિસરના રોલમાં જામી ગયા છે, જ્યારે અક્ષય ડોગરા ખતરનાક વિલન તરીકે ઉભરી આવ્યા છે. યોગિતા બિહાની અને શિલ્પા શુક્લાએ પણ પોતપોતાના નાના પણ મહત્વના પાત્રોને ન્યાય આપ્યો છે.
ડાયરેક્ટર જસપાલ સિંહ સંધૂએ વરી ફરી સાબિત કર્યું છે કે તેઓ થ્રિલર ફિલ્મોના માસ્ટર છે. ફિલ્મનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર વાતાવરણને વધુ ગંભીર બનાવે છે. આ એક એવી ફિલ્મ છે જે સુપરસ્ટાર વગર પણ માત્ર કન્ટેન્ટના જોરે સફળ થઈ શકે છે. જો તમે સારી અને અર્થસભર ફિલ્મોના શોખીન હોવ, તો આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
