News Continuous Bureau | Mumbai
ટીવી શો ‘અનુપમા’ શરૂઆતથી જ દર્શકોનો પ્રિય શો રહ્યો છે. લાંબા સમયથી આ શો ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર છે. હોળીના અવસર પર ભાંગ ના નશામાં ધૂત અનુજે અનુપમાને બધાની સામે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ સાંભળી ને બા અને વનરાજ ચોંકી જાય છે.જો કે અનુપમાએ પણ અનુજ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. હવે ચાહકો પણ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. હવે આ શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. વાસ્તવ માં, વનરાજને અનુજ અને અનુપમાના લગ્નનું પહેલું કાર્ડ મળવા જઈ રહ્યું છે.
અનુપમાના લેટેસ્ટ એપિસોડમાં અનુપમાએ ડાન્સ સ્ટેજ પરથી અનુજ સાથેના લગ્નની જાહેરાત કરી છે. આ સાંભળીને કાવ્યા, વનરાજ અને બા ખૂબ ગુસ્સે થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ કિંજલ, સમર અને દેવિકા આનાથી ખૂબ જ ખુશ છે. શોના આગામી એપિસોડમાં બંનેના લગ્નની તૈયારીઓ શરૂ થવાની છે અને વાર્તામાં નવો વળાંક આવવાનો છે.અહેવાલો અનુસાર, અનુપમાના પહેલા પતિ વનરાજને શોના આગામી એપિસોડમાં લગ્નની તૈયારીઓ દરમિયાન પહેલું કાર્ડ મળવા જઈ રહ્યું છે. આવનારા એપિસોડ્સમાં તમે જોશો કે બા તેમના લગ્ન વિશે સાંભળીને ખૂબ ગુસ્સે થઈ જાય છે અને અનુપમાને શાહ પરિવારમાંથી કાઢી મૂકે છે. આગામી દિવસોમાં અનુપમા અને અનુજ ફરી એકવાર સાથે રહેતા જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : સદી ના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કરી તેના ઉત્તરાધિકારી ની જાહેરાત, પોસ્ટ થઇ વાયરલ; જાણો વિગત
શોનો મહાસંગમ એપિસોડ રવિવારે પ્રસારિત થશે. જેમાં 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'અનુપમા'ના બંને એપિસોડ એકસાથે બતાવવામાં આવશે. અક્ષરા અને અભિમન્યુ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. તેથી જ હવે નિર્માતાઓએ બંને શોના મહાસંગમની યોજના બનાવી છે. એટલે કે, એવું પણ બને કે અક્ષરા અને અભિમન્યુની સગાઈ દરમિયાન અનુપમા અને અનુજની પણ સગાઈ થઈ જાય.