Varun Dhawan: વરુણ ધવનનું દર્દ: પુત્રી લારાની બીમારીએ રાતોની ઊંઘ ઉડાવી દીધી! પિતાએ વર્ણવી હૃદયદ્રાવક આપવીતી

Varun Dhawan: દોઢ વર્ષની લારા ‘ડિડેવલપમેન્ટલ ડિસ્પ્લેસિયા ઓફ ધ હિપ’ (DDH) નો શિકાર બની; અઢી મહિના સુધી ભારે પ્લાસ્ટરમાં રહી વરુણની વ્હાલી દીકરી, અભિનેતાએ વાલીઓને કર્યા જાગૃત.

by Zalak Parikh
Varun Dhawan Opens Up About Daughter Lara’s Battle with DDH

News Continuous Bureau | Mumbai

Varun Dhawan: બોલીવૂડ અભિનેતા વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ માટે છેલ્લા કેટલાક મહિનાઓ પડકારજનક રહ્યા છે. વર્ષ 2024 માં પિતા બનેલા વરુણે તાજેતરમાં એક ટૉક શોમાં ખુલાસો કર્યો છે કે તેની પુત્રી લારા DDH (Developmental Dysplasia of the Hip) નામની ગંભીર સ્થિતિ સામે ઝઝૂમી રહી હતી. આ બીમારીને કારણે નાની લારાને ચાલવામાં ભારે તકલીફ પડતી હતી.વરુણે ભાવુક થતા જણાવ્યું કે જ્યારે લારા દોઢ વર્ષની હતી, ત્યારે તેમને ખબર પડી કે તેનો થાપો (Hip) સોકેટમાંથી બહાર સરકી રહ્યો છે. તેણે સમજાવ્યું કે, “આ બીમારીમાં એક પગ બીજા કરતા ટૂંકો થઈ જાય છે, જેનાથી બાળક લંગડાઈને ચાલે છે. લારા નહોતી બરાબર ચાલી શકતી કે નહોતી દોડી શકતી.” જો સમયસર આનો ઈલાજ ન થાય, તો નાની ઉંમરે આર્થરાઈટિસ અને સ્લિપ ડિસ્ક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Toaster Movie Release Date: તારીખ નોંધી લેજો! રાજકુમાર રાવની ‘ટોસ્ટર’ આ OTT પ્લેટફોર્મ પર મચાવશે ધૂમ, સાન્યા મલ્હોત્રા સાથે જોવા મળશે અનોખો અંદાજ

અઢી મહિનાનો કઠિન સંઘર્ષ: ‘સ્પાઈકા કાસ્ટ’નું દર્દ

લારાને સર્જરીની જરૂર તો ન પડી, પરંતુ તેને એક અત્યંત પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. ડોક્ટરોએ પ્રોસીજર દ્વારા થાપાને યોગ્ય જગ્યાએ બેસાડ્યો, પરંતુ તે પછી તેને ‘સ્પાઈકા કાસ્ટ’ (Spica Cast) માં રાખવામાં આવી હતી. આ એક એવું પ્લાસ્ટર હોય છે જે કમરથી લઈને પગ સુધી લગાવવામાં આવે છે. વરુણના જણાવ્યા મુજબ, અઢી મહિના સુધી પોતાની નાની બાળકીને તે ભારે કાસ્ટમાં જોવી હૃદયદ્રાવક હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


વરુણે આ માહિતી માત્ર સહાનુભૂતિ મેળવવા માટે નહીં, પણ જાગૃતિ ફેલાવવા માટે શેર કરી છે. તેણે તમામ માતા-પિતાને અપીલ કરી છે કે:બાળકના ચાલવાની રીત પર ઝીણવટભરી નજર રાખો.જો બાળક પગ ત્રાંસો રાખીને ચાલતું હોય અથવા એક પગ નાનો-મોટો લાગતો હોય, તો તરત જ નિષ્ણાત ડોક્ટરની સલાહ લો.વહેલી ઓળખ થવાથી આ બીમારીનો સફળ ઈલાજ શક્ય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More