Site icon

બોલિવૂડ નો આ અભિનેતા પણ કરવા જઈ રહ્યો છે OTTમાં ડેબ્યૂ, પ્રિયંકા ચોપરા સાથે એક્શનથી ભરપૂર સિરીઝમાં કરશે કામ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

વરુણ ધવન તેની નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ નવી સફરમાં તેની સાથે પ્રિયંકા ચોપરા અથવા સામંથા રૂથ પ્રભુ જોવા મળી શકે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ અભિનેતાના OTT ડેબ્યૂ વિશે. વરુણ ધવન OTT પર દેખાવાનો છે. તેણે પોતે આ અંગે હિંટ આપી હતી અને કહ્યું હતું કે તે ટૂંક સમયમાં OTT પર એક મોટા શોમાં કામ કરવા જઈ રહ્યો છે.મીડિયા સાથેની વાતચીતમાં ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવને કહ્યું, 'મને OTT પ્લેટફોર્મ પસંદ છે. આના પર ટૂંક સમયમાં કોઈ મોટો અને રસપ્રદ શો આવવાનો છે. હું તેના વિશે ઉત્સાહિત છું. પરંતુ વરુણના ચાહકોએ તેને OTT પર જોવા માટે રાહ જોવી પડશે. કારણ કે આ શો આ વર્ષે રિલીઝ થવાનો નથી.

Join Our WhatsApp Community

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વરુણ પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન અભિનિત એક્શનથી ભરપૂર અમેરિકન સ્પાય થ્રિલર 'સિટાડેલ'ના ભારતીય સ્પિન-ઑફમાં જોવા મળી શકે છે. જોકે વરુણે મીડિયાને OTT શો વિશે કોઈ વિગતો આપી નથી. તેમજ, આ શ્રેણીમાં, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.કહેવામાં આવી રહ્યું છે કે વરુણ ધવન આ વેબ સિરીઝ માટે ઘણી મહેનત કરી રહ્યો છે. આ માટે તે માર્શલ આર્ટની ખાસ તાલીમ પણ લઈ રહ્યો છે. આ સિરીઝમાં અભિનેતા એક્શન કરતો જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ' ના આ અભિનેતા એ સંભળાવી પોતાના સંઘર્ષની કહાની, બિસ્કિટ ખાઈને પસાર કરતા હતા આખો દિવસ; જાણો વિગત

વરુણ ધવનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આવનારા સમયમાં તેની બે ફિલ્મો રિલીઝ થવાની છે. તે 'જુગ જુગ જિયો' અને 'ભેડિયા'માં અભિનય કરતો જોવા મળશે. કૃતિ સેનન 'ભેડિયા'માં વરુણ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તેમજ 'જુગ જુગ જિયો'માં તેની સાથે નીતુ કપૂર, કિયારા અડવાણી અને અનિલ કપૂર જોવા મળશે. તાજેતરમાં વરુણ ધવન રશ્મિકા મંદન્નાએ 'અરેબિક કુથુ ચેલેન્જ' પૂર્ણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. એવી અટકળો છે કે બંને આવનારા સમયમાં એક ફિલ્મનો હિસ્સો બનવાના છે.

Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત
TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર
The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ.
Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?
Exit mobile version