News Continuous Bureau | Mumbai
Vedang raina: ફિલ્મ ધ આર્ચીઝ થી સુહાના ખાન, અગસ્ત્ય નંદા, ખુશી કપૂર અને વેદાંગ રૈના એ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં દરેક સ્ટાર ના અભિનય ના ખુબ વખાણ થયા હતા. હવે ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરનાર અભિનેતા વેદાંગ રૈના ખુશી કપૂર ને ડેટ કરવાને લઈને સમાચાર માં છે. હવે આખરે વેદાંગ રૈના એ તેના અને ખુશી કપૂર ના સંબંધ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Rubina dilaik: રૂબીના દિલાઈક એ બતાવી દીકરીઓ ની ઝલક, પોસ્ટ દ્વારા જાહેર કર્યા તેમની બાળકી ના નામ, જાણો દીકરીઓના ના નામ નો અર્થ
વેદાંગ રૈના એ તેના અને ખુશી કપૂર ના સંબંધ વિશે કર્યો ખુલાસો
ધ આર્ચીઝ બાદ થી વેદાંગ રૈના અને ખુશી કપૂર ના ડેટિંગ ના સમાચાર સામે આવ્યા હતા.આ વિશે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા વેદાંગે કહ્યું, ‘ ખુશી અને હું ઘણા સ્તરે જોડાયેલા છીએ. અમે બંને સંગીતમાં સમાન રુચિ ધરાવીએ છીએ. ખુશી અને હું ડેટિંગ નથી કરી રહ્યા.મારો તેની સાથે ખરેખર મજબૂત સંબંધ છે. અમે એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખીએ છીએ અને અમે ઘણી બધી બાબતોથી જોડાયેલા છીએ. હું અત્યારે સિંગલ છું. આશા છે કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જશે.’ આ ઉપરાંત વેદાંગ એ તે પણ જણાવ્યું કે તે તેના જીવનસાથીમાં ત્રણ ગુણો શોધી રહ્યો છે: મીઠાશ, વફાદારી અને સખત મહેનત, અને તેને વિશ્વાસ છે કે તે તેને જરૂર મળશે.