News Continuous Bureau | Mumbai
Birbal passes away: સિનેજગતમાંથી ફરી એકવાર એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા બિરબલ ખોસલાએ મંગળવારે સાંજે આ દુનિયાને અલવિદા કહી દીધું. 84 વર્ષની વયે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. બીરબલનું સાચું નામ સતીન્દર કુમાર ખોસલા હતું અને તેણે ઘણી હિન્દી, પંજાબી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું.
હાસ્ય કલાકાર બીરબલ નું નિધન
બોલિવૂડની જૂની હિન્દી ફિલ્મોના હાસ્ય કલાકાર બિરબલ લાંબા સમયથી બીમાર હતા અને તેમને મુંબઈની ધીરુભાઈ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે સાંજે 07.30 વાગ્યે તેમનું અવસાન થયું હતું. CINTAA એ સોશિયલ મીડિયા પર પણ બિરબલને શ્રદ્ધાંજલિ આપી છે. તે જ સમયે, કેટલાક સ્ટાર્સ અને ચાહકોએ પણ તેમને યાદ કર્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ 1981થી CINTAAના સભ્ય હતા.
CINTAA expresses its condolences on the demise of Birbal (Member since 1981)
.#condolence #condolencias #restinpeace #rip #birbal #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/bTXH0LArRp— CINTAA_Official (@CintaaOfficial) September 12, 2023
બીરબલ ની કારકિર્દી
બિરબલે લગભગ ચાર દાયકાની તેમની ફિલ્મી કારકિર્દીમાં પાંચસોથી વધુ ફિલ્મોમાં કોમેડી અભિનય કર્યો છે. તેમની કેટલીક મુખ્ય લોકપ્રિય ફિલ્મોમાં દો બદન, બૂંદ જો બન ગયે મોતી, શોલે, મેરા ગાંવ મેરા દેશ, ક્રાંતિ, રોટી કપડા ઔર મકાન, અમીર ગરીબ, સદમા અને દિલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Saira banu: સાયરા બાનુ એ શાહરૂખ અને દિલીપ કુમાર વચ્ચેની સામ્યતા દર્શાવતા ગણાવ્યો તેના પુત્ર જેવો, અભિનેત્રી એ યાદ કરી કિંગ ખાન સાથે ની પ્રથમ મુલાકાત