ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા.
તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોઈના પણ સંપર્કમાં નહોતા.
ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ ‘મેરા નામ જોકર’, ‘કોરા કાગઝ’, ‘અગ્નિપથ’ અને ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે.