News Continuous Bureau | Mumbai
Ravindra berde: મરાઠી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવ્યા છે. મરાઠી ફિલ્મ અભિનેતા રવિન્દ્ર બેરડે નું નિધન થયું છે. તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેઓ થોડા મહિનાઓથી ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.તમને જણાવી દઈએ કે,રવિન્દ્ર બેરડે ફિલ્મ અભિનેતા લક્ષ્મીકાંત બેરડે ના ભાઈ હતા.બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું.
રવિન્દ્ર બેરડે નું થયું નિધન
પ્રાપ્ત માહિતી મુજબ, તેમને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ઘરે આવ્યા બાદ અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. રવિન્દ્ર બેરડે ના પરિવારમાં પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓ છે. વર્ષ 1995માં એક નાટકના મંચ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો. આ પછી, વર્ષ 2011 માં, તેઓ કેન્સર જેવા ગંભીર રોગથી પ્રભાવિત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : Animal: 8 દિવસમાં રણબીરની ફિલ્મ એનિમલે કરી અધધ કમાણી, પિક્ચર અભી બાકી હે..
તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર બેરડે વીસ વર્ષની ઉંમરે અને 1965માં થિયેટર સાથે જોડાયા હતા. તેમણે 300 થી વધુ મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા હતા. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે.