ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ડિસેમ્બર 2021
બુધવાર
વિકી કૌશલ અને કેટરિના કૈફ રાજસ્થાનના સવાઈ માધોપુરની એક રોયલ હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને કલાકારો તેમના પરિવાર સાથે રાજસ્થાન પહોંચી ગયા છે. લગ્ન 7 થી 9 ડિસેમ્બર સુધી ચાલશે. જોકે, સ્થાનિક વકીલે વિકી અને કેટરીનાના લગ્નને લઈને ફરિયાદ દાખલ કરી છે.
એક સમાચાર એજન્સી અનુસાર, આ ફરિયાદ જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણમાં દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં આ મામલો લગ્નના કારણે મંદિર જવાનો રસ્તો રોકવાના કારણે થયો છે. ફરિયાદીનું કહેવું છે કે પ્રશાસને 6-12 ડિસેમ્બર સુધી ચોથ માતા મંદિરનો રસ્તો બંધ કરી દીધો છે, જેના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિક્સ સેન્સ ફોર્ટના મેનેજર, કેટરીના કૈફ, વિકી કૌશલ અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ એડવોકેટ વતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્નમાં કબીર ખાન, નિર્માતા અમૃતપાલ સિંહ બ્રિન્દા અને નિર્દેશક આનંદ તિવારી સહિત 120 મહેમાનો હાજરી આપશે. મોડી સાંજે કેટરિનાની મમ્મી સુસાન ટર્કોટ, બહેનો નતાશા, ઈસાબેલ કૈફ, ભાઈઓ સબાશિયન લોરેન્ટ મિકેલ, કેટરિના અને વિકી કૌશલ જયપુર પહોંચ્યા હતા. 7મીથી લગ્નના કાર્યક્રમો શરૂ થશે. રિપોર્ટ્સ અનુસાર, સલમાનના બોડીગાર્ડ શેરાની કંપની લગ્નમાં સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખશે.
કેટરીના-વિકીના લગ્નમાં સલમાન ખાનની ખાસ મદદ, નજીક ના આ વ્યક્તિ એ લીધી સુરક્ષાની જવાબદારી; જાણો વિગત
ગત શુક્રવારે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશનની અધ્યક્ષતામાં સ્થાનિક વહીવટી અધિકારીઓએ બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ મીટિંગમાં એસપી રાજેશ સિંહ, એડીએમ સૂરજ સિંહ નેગી, ઇવેન્ટ કંપનીના પ્રતિનિધિઓ અને હોટેલ સ્ટાફ પણ હાજર હતા, જ્યાં લગ્નની વિધિઓ યોજાવાની છે. આ બેઠક સવાઈ માધોપુરમાં ભીડ નિયંત્રણ અને સુરક્ષાને લઈને હતી. લગ્ન માટે મુંબઈથી ઘણી હસ્તીઓ આવવાની અપેક્ષા છે, જેની એક ઝલક જોવા માટે સ્થાનિક લોકો ત્યાં પહોંચી શકે છે.