Site icon

Vidya balan: વિદ્યા બાલન ના નામ નો ઉપયોગ કરી એક વ્યક્તિ માંગી રહ્યો હતો લોકો પાસે પૈસા, અભિનેત્રીએ તેની વિરુદ્ધ કરી આ કાર્યવાહી

વિદ્યા બાલને મુંબઇ માં એક અજ્ઞાત વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ વિદ્યા બાલન ના નામ નો ઉપયોગ કરી લોકો સાથે છેતરપીંડી કરતો હતો

vidya balan file fir against unknown person for creating fake instagram id

vidya balan file fir against unknown person for creating fake instagram id

News Continuous Bureau | Mumbai 

Vidya balan: વિદ્યા બાલન ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં મંજૂલિકા બનીને પાછી આવી રહી છે. વિદ્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે અવારનવાર તેના ફોટા, વિડીયો, રિલ્સ વગેરે શેર કરતી રહે છે.  દરમિયાન, હવે વિદ્યા બાલનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લઈને એક અપડેટ સામે આવ્યું છે. વાસ્તવમાં વિદ્યા બાલન ના નામ નું એક નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. આ ઉપરાંત આ નકલી એકાઉન્ટ પરથી લોકો ને છેતરવામાં આવી રહ્યા છે. આ મામલા ને ગંભીરતા થી લેતા વિદ્યા બાલને મુંબઈ ના ખાર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Divya agarwal: દિવ્યા અગ્રવાલ ના હાથમાં રચી અપૂર્વ ના નામ ની મહેંદી, પીળા સૂટ માં સુંદર જોવા મળી અભિનેત્રી

વિદ્યા બાલને નોંધાવી એફઆઈઆર 

વિદ્યા બાલને મુંબઈ પોલીસમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિદ્યા બાલન ના નામે નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી અને જીમેલ એકાઉન્ટ બનાવીને તે વ્યક્તિ મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરતો હતો અને નોકરીની ખાતરી આપીને તેમની પાસેથી પૈસાની માંગ કરતો હતો. અને જ્યારે વિદ્યા બાલનને આ વાતની જાણ થઈ તો તેણે તરત જ આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી.વિદ્યા બાલનની ફરિયાદના આધારે, ખાર પોલીસ સ્ટેશને ITની કલમ 66 (C) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે અને તપાસ શરૂ કરી છે.

 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version