ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
ટેલિવિઝન જગત પર છેલ્લાં 13 વર્ષથી રાજ કરતી ટીવી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પરથી દર્શકોનો રસ રસ ઓછો થઈ રહ્યો છે. સિરિયલ તેની પેહલા જેવી પકડ જમાવવામાં નિષ્ફળ થઈ રહી છે.
વર્ષ 2008થી સબ ટીવી પર આવતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ સ્વ્ચ્છ કોમેડી પારિવારિક સિરિયલ તરીકે ઘણી નામના મેળવી છે. દરેક વયના લોકોને મનોરંજન પૂરું પાડવામાં આ સિરિયલ સફળ રહી છે. તેના પાત્રો જેઠાલાલ, દયાભાભી હોય કે પોપટલાલ હોય કે પછી ઐયર અને મિસિસ બબીતા. ભીડેભાઈ, હોય કે ટપુ કે પછી સૂત્રધાર તરીકે તારક મેહતાના પાત્રમાં આવતા કલાકાર શૈલેષ લોઢા, આ દરેક પાત્રમાં દર્શકો ઓતપ્રોત થઈ જતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સિરિયલના પાત્રોના ફેરબદલથી દર્શકો નારાજ થઈ ગયા છે. પહેલાં દયાભાભી (દિશા વાકાણી) બદલાઈ ગયા. ત્યાર બાદ રોશન ભાભી, અંજલિ ભાભી, ડૉ. હાથી, ટપુના પાત્રમાં આવતા બાલ કલાકારે પણ પોતાનું ભવિષ્ય સિનેમાજગતમાં બનાવવા સિરિયલ છોડી દીધી હતી. દર્શકો હવે આ નવા આવેલા કલાકારો સાથે આત્મસાત નથી કરી શકતા. ઉપરથી સિરિયલનો ટ્રેક પણ એ જ જૂનો પુરાણો છે. એટલે દર્શકોને એમાં કઈ નવીનતા જોઈએ છે. એટલે જ દર્શકોએ પોતાનો રોષ ટ્વીટર પર ઠાલવ્યો છે.


સહી નહીં ગલત પકડે હૈ!! અંગુરી ભાભી થયા કોરોના પોઝિટિવ.


