News Continuous Bureau | Mumbai
Vijay deverakonda: હાલમાંજ રશ્મિકા મંદન્નાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, આ વિડીયો એ સોશિયલ મીડિયાપર હંગામો મચાવ્યો હતો. આ વિડીયો વાયરલ થાય બાદ અમિતાભ બચ્ચન રશ્મિકા ના સપોર્ટ માં આવ્યા હતા અને તેમને આ વિડીયો ની સામે કાયદાકીય કાર્યવાહી ની માંગ કરી હતી. અમિતાભ બચ્ચન, મૃણાલ ઠાકુર અને ઈશાન ખટ્ટર બાદ અભિનેત્રી રશ્મિકા મંડન્ના નો કથિત બોયફ્રેન્ડ અને કો-સ્ટાર વિજય દેવરાકોંડાએ પણ આ વીડિયો સામે અવાજ ઉઠાવ્યો છે.
વિજય દેવરાકોંડા એ રશ્મિકા ના વિડીયો પર આપી પ્રતિક્રિયા
અમિતાભ બચ્ચન, મૃણાલ ઠાકુર, ઈશાન ખટ્ટર બાદ હવે વિજય દેવેરાકોંડાએ રશ્મિકાના સમર્થનમાં આવ્યો છે. અભિનેતા એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે..આ લેખને શેર કરતા વિજય દેવેરાકોંડાએ લખ્યું, “આ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવું કોઈની સાથે ન થવું જોઈએ. સાયબર વિંગ વિશે પણ, લોકો એ શક્ય તેટલું જાણવું જોઈએ, જેથી જે લોકો ફોટા- વીડિયોને મોર્ફ કરે છે તે તરત જ પકડાય અને સજા થાય, તો જ લોકો સલામતી અનુભવી શકશે.”

આ રીતે વિજય દેવરાકોંડા એ રશ્મિકા મંડન્નાના મોર્ફ કરેલા વીડિયો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા અભિનેતા એ તે વિડીયો સાથે ચેડા કરનાર વ્યક્તિ ની સજાની માંગ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna deep fake video: રશ્મિકા જેવો ફેક વિડીયો કે ફોટો બનાવવો પડશે ભારે, સોશિયલ મીડિયા ના નિયમો બન્યા કડક, થશે આ સજા