News Continuous Bureau | Mumbai
Vijay sethupathi: વિજય સેતુપતિ સાઉથ નો સુપરસ્ટાર છે. હાલમાં જ વિજય ને શાહરુખ ખાન ની ફિલ્મ જવાન માં જોવામાં આવ્યો હતો. આ ફિલ્મ માં તેને વિલન ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માં વિજય ના અભિનય ના વખાણ થયા હતા. હવે તાજેતરમાં વિજય સેતુપતિ એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેને હવે સિરિયલ માં કામ કરવું છે.
વિજય સેતુપતિ એ કર્યો ખુલાસો
વિજય સેતુપતિ સાઉથ નો સુપરસ્ટાર છે. તેને ઘણી ફિલ્મો માં કામ કર્યું છે.સાઉથ માં તેના ઘણા ચાહકો છે. હવે હિન્દી બેલ્ટ માં કામ કરી ને વિજય સેતુપતિ લોકપ્રિય બની ગયો છે.વિજય એક ફિલ્મ માટે કરોડો ની ફીસ પણ લે છે. ફિલ્મોથી આટલો પ્રેમ અને ખ્યાતિ મળવા છતાં વિજયને સિરિયલોમાં કામ કરવાનું વધુ મન થાય છે.અભિનેતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે બાળપણમાં ટીવી એક્ટર બનવા માંગતો હતો. કલાકાર બનવા માંગતો હતો પછી તે ફિલ્મો માં હીરો બની ગયો.અભિનેતા બનવાનો તેમનો અભિગમ થોડો કેઝ્યુઅલ હતો અને તે અભિનય પ્રત્યે બહુ મહત્વાકાંક્ષી નહોતો. પરંતુ વસ્તુઓ પોતાની મેળે થતી રહી.
આ સમાચાર પણ વાંચો : Salim khan on arbaaz khan marriage: અરબાઝ ખાન ના બીજા લગ્ન પર પિતા સલીમ ખાને તોડ્યું મૌન, આપી આવી પ્રતિક્રિયા
વિજય ટૂંક સમયમાં કેટરીના કૈફ સાથે મેરી ક્રિસમસ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવને કર્યું છે. કેટરિના-વિજયની આ પહેલી ફિલ્મ હશે.