News Continuous Bureau | Mumbai
Virosh Wedding: સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની આતુરતાનો અંત આવ્યો છે. ૨૨ ફેબ્રુઆરીએ સંબંધો પર સત્તાવાર મહોર માર્યા બાદ, ૨૩ ફેબ્રુઆરીએ આ કપલ ઉદયપુર પહોંચ્યું હતું. આજે, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ થી લગ્નની વિધિઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ જશ્નની શરૂઆત પરિવાર અને નજીકના મિત્રો માટે આયોજિત એક ભવ્ય અને શાહી પ્રી-વેડિંગ ડિનર પાર્ટીથી થશે.મીડિયા રિપોર્ટ મુજબ, વિજય અને રશ્મિકા આ ખાસ દિવસ માટે પોતે દરેક તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. આ શાહી ડિનર માટે દેશના જાણીતા શેફ્સની ટીમને બોલાવવામાં આવી છે, જેઓ વિજય અને રશ્મિકાની પસંદગીની વાનગીઓ પીરસશે. મહેમાનો માટે ખાસ દક્ષિણ ભારતીય અને રાજસ્થાની ફ્લેવર્સનું ફ્યુઝન મેનૂમાં રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
સુરક્ષા અને પ્રાઈવસીનો ચુસ્ત બંદોબસ્ત
વિજય અને રશ્મિકા ઈચ્છે છે કે તેમના લગ્નની પળો અંગત રહે, તેથી ઉદયપુરની હોટલ ‘મેમેન્ટોઝ બાય આઈટીસી’ માં સુરક્ષાના કડક આદેશો આપવામાં આવ્યા છે. મહેમાનો અને સ્ટાફ માટે ‘નો ફોન’ પોલિસી લાગુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેથી લગ્નની કોઈ પણ તસવીર કે વીડિયો સોશિયલ મીડિયા પર લીક ન થાય. ઓક્ટોબર ૨૦૨૫ માં સગાઈ બાદથી જ આ કપલ પોતાના લગ્નના પ્લાનિંગને ગુપ્ત રાખી રહ્યું હતું.
વિજય દેવરકોંડા અને રશ્મિકાએ તેમની લગ્નની જાહેરાત વખતે જણાવ્યું હતું કે તેઓ તેમના લગ્નને ‘વિરોષ’ (Virosh) ના નામથી ઓળખાવશે. ખાસ વાત એ છે કે આ નામ કોઈ પ્રોફેશનલ વેડિંગ પ્લાનરે નહીં, પરંતુ તેમના ચાહકોએ વર્ષો પહેલા બંનેના નામ જોડીને બનાવ્યું હતું. આ પ્રેમને માન આપીને કપલે આ જ નામને સત્તાવાર વેડિંગ નેમ તરીકે સ્વીકારી લીધું છે.ઉદયપુરથી ૨૫ કિલોમીટર દૂર અરાવલીની ટેકરીઓમાં સ્થિત આલીશાન રિસોર્ટમાં ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આ કપલ સાત ફેરા લેશે. ૨૪ તારીખે ડિનર બાદ, ૨૫ તારીખે મહેંદી અને હલ્દીની વિધિઓ યોજાશે. આ શાહી લગ્નમાં દક્ષિણ ભારતીય પરંપરાઓ અને આધુનિક ઠાઠ જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
