Site icon News Continuous Bureau | Mumbai

આમિર ખાનની નવી એડ પર થયો વિવાદ-જાહેરાત જોઈ ભડકી ગયા વિવેક અગ્નિહોત્રી-વિડીયો શેર કરી આપી પોતાની પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર આમિર ખાન(Aamir Khan) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે અભિનેતા તેની કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ એક જાહેરાતને(advertise) કારણે ચર્ચામાં છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેની જાહેરાતની આકરી ટીકા(troll) કરી રહ્યા છે અને તેને હિન્દુ ધર્મ વિરુદ્ધનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. દરમિયાન, 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટરે પણ આ જાહેરાત પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

આમિર ખાન ની આ નવી જાહેરાતથી વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ખૂબ જ નારાજ થયા હતા અને તેણે સોશિયલ મીડિયા પર અભિનેતા પર પ્રહારો કર્યા હતા. વીડિયો શેર કરતાં વિવેક રંજન અગ્નિહોત્રીએ લખ્યું, "મને સમજાતું નથી કે બેંકો સામાજિક અને ધાર્મિક પરંપરાઓને બદલવા માટે ક્યારે જવાબદાર બની ગઈ છે." આગળ, વિવેકે બેંકને(tag bank) ટેગ કરીને લખ્યું, "મને લાગે છે કે બેંકે ભ્રષ્ટ બેંકિંગ સિસ્ટમને બદલીને સક્રિયપણે કાર્ય કરવું જોઈએ. આવી બકવાસ કરો, પછી કહો કે હિન્દુ ઓ ટ્રોલ કરી રહ્યા છે. મૂર્ખ."તમને જણાવી દઈએ કે આમિર અને કિયારા અડવાણીએ(Kiara Advani) જાહેરાતમાં કામ કર્યું છે. આમાં વર-કન્યા બંને જોવા મળે છે. પરંપરાથી વિપરીત, જાહેરાતમાં આમિર લગ્ન પછી કિયારાના ઘરે જતા જોવા મળી શકે છે. કારણ કે તે પત્નીના બીમાર પિતાની જવાબદારી લેવા માંગે છે. આ માટે તે ઘરજમાઈ થઇ ને આવે છે.આમિરનો આ વીડિયો સોશિયલ મીડિયા(social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વિવેકના આ ટ્વિટ પર લોકોના રિએક્શન આવવા લાગ્યા છે. એક યુઝરે લખ્યું, 'મેં આ બેંકમાં FD કરી હતી, જે હવે બંધ કરી રહ્યો છું.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'દર વખતે અમારી ધાર્મિક ભાવનાઓને ઠેસ કેમ પહોંચે છે, અન્ય કોઈ ધર્મ સાથે કેમ નહીં?' આ સિવાય ઘણા યુઝર્સ વિવેકના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને 22 ફિલ્મોમાં ભજવ્યું હતું વિજય નું પાત્ર-જાણો આ નામ પાછળ ની રમુજી સ્ટોરી

તમને જણાવી દઈએ કે હાલમાં જ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટ(boycott lal singh chaddha) નો સામનો કરવો પડ્યો હતો. પોતાના જૂના નિવેદનોને કારણે અભિનેતાને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ બહિષ્કારને કારણે આમિર ખાનની ફિલ્મના કલેક્શન પર પણ ખરાબ અસર પડી હતી. આ ફિલ્મ 100 કરોડના આંકડાને સ્પર્શવામાં પણ નિષ્ફળ સાબિત થઈ હતી.

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version