News Continuous Bureau | Mumbai
War 2 Box Office: બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની મચઅવેઇટેડ ફિલ્મ ‘વોર 2’ બોક્સ ઓફિસ પર હવે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. વીકએન્ડ અને રજાઓના દિવસોમાં જબરદસ્ત કમાણી કર્યા બાદ, પાંચમા દિવસે એટલે કે સોમવારે ફિલ્મનું કલેક્શન એકદમ નીચે ગયું છે. બે મોટા એક્શન સ્ટાર્સને એકસાથે પડદા પર જોવું દર્શકો માટે એક ટ્રીટ હતી, પરંતુ સમીક્ષાઓ અનુસાર, ફિલ્મની નબળી વાર્તા અને બિનજરૂરી એક્શન સિક્વન્સ દર્શકોને નિરાશ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : War 2 OTT Release: વોર 2 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો હૃતિક રોશન અને જુનિયર એનટીઆર ની ફિલ્મ
બોક્સ ઓફિસ કલેક્શન પર નજર
‘વોર 2’ ફિલ્મે ઓપનિંગ ડે પર 52 કરોડની શાનદાર કમાણી કરી હતી. બીજા દિવસે આ આંકડો વધીને 57.35 કરોડ થયો. જોકે, વીકએન્ડ પછી ફિલ્મને ફટકો પડ્યો. શનિવારે ફિલ્મે 33.25 કરોડ અને રવિવારે 32.15 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે સોમવારે એટલે કે પાંચમા દિવસે, કમાણી ઘટીને માત્ર 8.50 કરોડ થઈ ગઈ. આ સાથે, ફિલ્મનું કુલ કલેક્શન અત્યાર સુધીમાં 183.25 કરોડ થયું છે.
It’s finally here – our labour of love, sweat and passion. #War2 is out in cinemas today – come enjoy the mayhem! pic.twitter.com/ue8uWfWWhQ
— Hrithik Roshan (@iHrithik) August 13, 2025
ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે જો ‘વોર 2’ નું કન્ટેન્ટ મજબૂત હોત, તો તે સરળતાથી 300 કરોડના ક્લબમાં સામેલ થઈ શકી હોત. હવે ફિલ્મની કમાણી સંપૂર્ણપણે તેના બીજા અઠવાડિયાની પકડ પર નિર્ભર છે. શરૂઆતી ઉત્સાહ પછી, ‘વોર 2’ ની રફતાર બોક્સ ઓફિસ પર ધીમી પડી રહી છે
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)