News Continuous Bureau | Mumbai
War 2: ઋતિક રોશન અને જુનિયર એનટીઆર અભિનીત ‘વોર 2’ (War 2) ફિલ્મની ધીમી કમાણી વચ્ચે એવી અફવાઓ ફેલાઈ હતી કે તેલુગુ વર્ઝન ના ડિસ્ટ્રિબ્યુટર નાગા વામસી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો વિચાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે તેઓ ફિલ્મના પરિણામથી એટલા નારાજ છે કે હવે કામ કરવાનું બંધ કરવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : Faissal Khan controversy: ફૈસલ ખાન એ આમિર ખાન ને લઈને કર્યો મોટો દાવો, પરિવાર વિવાદે લીધો નવો વળાંક
નાગા વામસીનું X પર સ્પષ્ટ નિવેદન
નાગા વામસીએ X (Twitter) પર લખ્યું: “લાગે છે કે તમે લોકો મને ખૂબ યાદ કરી રહ્યા છો… વામસી આ , વામસી તે – ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પણ માફ કરશો મિત્રો, હું હજી ઇન્ડસ્ટ્રી છોડવાનો નથી. હું ઓછામાં ઓછા 10-15 વર્ષ સુધી સિનેમામાં રહીશ. સિનેમામાં… ફક્ત સિનેમા માટે, હંમેશા. હું તમને બધાને ટૂંક સમયમાં અમારી આગામી ફિલ્મ “માસ જઠારા” માં મળીશ.”
Enti nannu chala miss avthunattu unnaru.. 😂
Vamsi adi, Vamsi idi ani gripping narratives tho full hadavidi nadustundi…
Parledu, X lo manchi writers unnaru.Sorry to disappoint you all, but inka aa time raaledu… minimum inko 10-15 years undi.
At the cinemas… for the cinema,…
— Naga Vamsi (@vamsi84) August 20, 2025
‘વોર 2’ની ધીમી કમાણીથી ડિસ્ટ્રિબ્યુટર્સમાં નિરાશા જોવા મળી છે. ખાસ કરીને તેલુગુ માર્કેટમાં અપેક્ષા મુજબ પ્રતિસાદ ન મળતા નાગા વામસીના મૌનને લઈને અફવાઓ ઉઠી. જોકે, તેમના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ હજી પણ સિનેમાની સાથે છે અને નવા પ્રોજેક્ટ્સ માટે તૈયાર છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)