News Continuous Bureau | Mumbai
waves summit 2025: WAVES Summit 2025 1 મે ના રોજ મુંબઈ ખાતે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર માં શરૂ થઈ ગઈ છે. આ 4-દિવસીય સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું.જેમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, ચિરંજીવી, અક્ષય કુમાર, કરણ જોહર, મોહનલાલ, હેમા માલિની, નાગાર્જુન જેવા અનેક મોટા સ્ટાર્સ એ ભાગ લીધો હતો તો ચાલો જાણીયે ગમી ત્રણ દિવસ ના કાર્યક્રમ વિશે
આ સમાચાર પણ વાંચો:
WAVES Summit 2025: બીજા દિવસે શું થશે?
2 મે ના રોજ ફિલ્મ અને નવીનતાપર વિવિધ ચર્ચાઓ થશે.
- “ભવિષ્યના સ્ટુડિયો: ભારતને વૈશ્વિક સ્ટુડિયો નકશા પર લાવવું” – આ સત્રમાં આમીર ખાન, નમિત મલ્હોત્રા, દિનેશ વિજન, અજય બીજલી, ચાર્લ્સ રોવેન અને રિતેશ સિધવાની ભાગ લેશે.
- “ભારતનું નવીનતા પુનર્જાગરણ” – કિરણ મઝુમદાર શૉ આ સત્રમાં સ્પીકર તરીકે હાજર રહેશે.
- ‘ભારતીય સંસ્કૃતિને દુનિયા સમક્ષ લઈ જઈએ’ વિષય પર આ સત્રમાં નીતા અંબાણી વક્તા તરીકે હાજર રહેશે.
- “સિનેમા: દ સોફ્ટ પાવર” – ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર ખાન અને વિજય દેવરકોંડા આ સત્રમાં ભાગ લેશે.
3 અને 4 મે: ડિજિટલ અનુભવ અને માસ્ટરક્લાસ
3 મે અને 4 મે ના રોજ ડિજિટલ અનુભવ અને VFX પર વિશેષ સત્રો યોજાશે.
- “લાઇવ, ઇમર્સિવ અને ડિજિટલ અનુભવ”– મનોજ બદાલે, વીતા દાની, મેથ્યુ હેડન અને મોનિશ શાહઆ સત્રમાં ભાગ લેશે.
- “VFX પર માસ્ટરક્લાસ” – વિન્સ ગેરાર્ડિસ આ વિષય પર પોતાની વાત રજૂ કરશે.
- “ભારતીય સિનેમાને પુનઃપરિભાષિત કરવું” – આમીર ખાન આ વિષય પર સોલો માસ્ટરક્લાસ લેશે.
- “ઓટીટી અને ટેક્નોલોજી નવીનતા” – નિખિલ આડવાણી, વિક્રમાદિત્ય મોટેવાણી અને સુદીપ શર્મા આ વિષય પર ચર્ચા કરશે.
આ WAVES Summit 2025 ભારતના મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે.