News Continuous Bureau | Mumbai
બોલિવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર ભલે અત્યાર સુધી પડદા પર દેખાયા ન હતા, પરંતુ તેમના જીવનમાં આવેલી ઉથલ પાથલ તેમને ઘણી વખત લાઇમલાઇટમાં લાવી હતી. પત્ની મોના શૌરીથી છૂટાછેડા, અભિનેત્રી શ્રીદેવી સાથેના લગ્ન અથવા પુત્ર અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને બોની ઘણીવાર મીડિયાની હેડલાઈન્સમાં રહ્યા હતા. તે આજે ભલે એક સફળ ફિલ્મ નિર્માતા હોય, પરંતુ તે ક્યારેય કેમેરાની પાછળ નહીં પરંતુ કેમેરાની સામે હીરો બનવા માંગતા હતા. આખરે તેમનું આ સપનુ તાજેતરમાં આવેલી તુ જૂઠી મેં મક્કાર દ્વારા પૂર્ણ થયું. આજે 11 નવેમ્બરના રોજ બોની કપૂરનો જન્મ દિવસ(Birthday) છે, આવો જાણીએ તેમના અંગત જીવન વિશે…….
પ્રોડ્યૂસર તરીક બનાવી ઓળખ
બોની કપૂર(Boney Kapoor)ના ભાઈઓ અનિલ કપૂર અને સંજય કપૂર ઉપરાંત તેમના બાળકો અર્જુન કપૂર અને જાહ્નીવે પણ અભિનયના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે. હવે ટૂંક સમયમાં તેની નાની દીકરી ખુશી પણ બોલિવૂડમાં પગ મુકવા જઈ રહી છે. ઘરમાં આટલા બધા કલાકારો હોવા છતાં બોનીએ ફિલ્મ નિર્માતા(Film producer) બનવાનું નક્કી કર્યું. 1999 માં એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન, બોનીએ એક ફિલ્મ નિર્માતા તરીકેની તેમની સફર વિશે વાત કરતી વખતે હીરો બનવાની તેમની છુપી ઇચ્છા શેર કરી હતી.
આ કારણે ના બની શક્યા એક્ટર
હીરો બનવાના પોતાના આઈડિયા વિશે વાત કરતાં બોનીએ કહ્યું હતું કે, “મને એક્ટર(Actor) બનવાની ઈચ્છા હતી, પરંતુ મન બનાવ્યું નહોતું. તે જ સમયે, અનિલ એક્ટર બનવા માટે મારા કરતાં વધુ મક્કમ હતો, તેથી અનિલના સપનાને કારણે મારે પાછળ હટી જવું પડ્યું. તેને પૂરા કરવા માટે, કોઈને ટેકો આપવા પાછળ ઊભા રહેવું પડ્યું.”
પિતાના નામનો મળ્યો ફાયદો
બોની કપૂર જાણીતા ફિલ્મ નિર્માતા સુરિન્દ્ર કપૂર(surendra kapoor)ના પુત્ર છે, જેમણે તેમને બોલિવૂડમાં પગ જમાવવામાં પણ મદદ કરી હતી. પિતાના નામના ફાયદા વિશે વાત કરતા બોનીએ કહ્યું, “તે ખૂબ જ ફાયદાકારક હતું, મારે લોકો સામે પોતાનો પરિચય આપવો ન પડ્યો. તેનાથી સમયની પણ બચત થઈ.”
