Sholay: ‘શોલે’ના શૂટિંગમાં મોટો અકસ્માત: ધર્મેન્દ્રએ ભૂલથી ચલાવી દીધી હતી અસલી ગોળી, અમિતાભ બચ્ચનનો આબાદ બચાવ!

Sholay: બોલિવૂડની આઇકોનિક ફિલ્મ 'શોલે' ના ડિરેક્ટર રમેશ સિપ્પીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે શૂટિંગ દરમિયાન દિવંગત અભિનેતા ધર્મેન્દ્રથી ભૂલથી અસલી ગોળી છૂટી ગઈ હતી. આ ઘટનામાં અભિનેતા અમિતાભ બચ્ચનનો જીવ માંડ માંડ બચ્યો હતો અને સેટ પર મોટો અકસ્માત ટળી ગયો હતો.

by Zalak Parikh
When Dharmendra Accidentally Fired a Real Bullet in 'Sholay', Amitabh Bachchan Narrowly Escaped, Director Reveals

News Continuous Bureau | Mumbai

Sholay:બોલિવૂડના ઇતિહાસની સૌથી આઇકોનિક ફિલ્મોમાંની એક ‘શોલે’ એકવાર ફરી થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. મેકર્સે ફિલ્મને તેના ઓરિજિનલ ક્લાઇમેક્સ સાથે 4K માં ફરીથી રિલીઝ કરી છે. આ દરમિયાન ફિલ્મના રિલીઝ પહેલા ડિરેક્ટર રમેશ સિપ્પીએ ‘શોલે’ ના કેટલાક અજાણ્યા કિસ્સાઓ પણ શેર કર્યા.

આ સમાચાર પણ વાંચો : Sanjay Dutt: સંજય દત્તની જેલ લાઇફ: IPS અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, થપ્પડ માર્યા બાદ પિતાને જોઈને અભિનેતાની હાલત કેવી થઈ હતી?

‘શોલે’ ના શૂટિંગ દરમિયાન ટળ્યો મોટો અકસ્માત

રમેશ સિપ્પી જણાવે છે કે ‘શોલે’ ના શૂટિંગ દરમિયાન દિવંગત અભિનેતા ધર્મેન્દ્રથી એક મોટી ભૂલ થઈ હતી.સિપ્પીએ કહ્યું, “આ ક્લાઇમેક્સના શૂટિંગ દરમિયાન થયું હતું. તે સીન હતો જેમાં વીરુ એટલે કે ધર્મેન્દ્ર ગોળીઓ ઉઠાવે છે, તેને બંદૂકમાં ભરે છે. અને આ શૉટમાં તેમને ગોળી ચલાવવાની નહોતી, માત્ર બંદૂક લોડ કરવાની હતી. પરંતુ તેમણે શું કર્યું કે બંદૂક ઉઠાવી અને ફાયર કરી દીધી.”તે સમયે “અમિતાભ બચ્ચન ઉપર ઊભા હતા, કારણ કે તેમની પોઝિશન તે જ હતી, ખાઈના કિનારે. અને ગોળી તેમના બિલકુલ પાસેથી પસાર થઈ ગઈ.”

 

View this post on Instagram

 

A post shared by Kiran Joneja (@kiranjoneja)


રમેશ સિપ્પી આગળ જણાવે છે કે આ ઘટના પછી ફિલ્મના એક્શન કેમેરામેન જિમ એલન ગભરાઈ ગયા અને તેમણે શૂટિંગ રોકી દીધું હતુંડિરેક્ટરે કહ્યું, “જિમ એલન, જે એક્શન કેમેરામેન હતા, તેમણે કહ્યું કે હું શૂટ નહીં કરું. તેમણે કહ્યું કે જો અભિનેતાઓ આ રીતે વર્તશે, તો મારા સેટ પર આવું ન ચાલી શકે. મારે કોઈ અકસ્માત નથી જોઈતો.”તે દિવસે શૂટિંગ કેન્સલ થઈ ગયું હતું. સિપ્પીએ કહ્યું કે તેમણે ધર્મેન્દ્રને પણ સમજાવ્યું કે મૂડમાં આવવું ઠીક છે, પરંતુ જ્યારે અકસ્માત થવાનો ડર હોય તો શૂટ ન કરી શકાય. ધર્મેન્દ્ર સમજી ગયા અને તેમણે જિમ અને અમિતજીની માફી માંગી. આ ભૂલ જાણી જોઈને નહોતી, બસ થઈ ગઈ હતી.જણાવી દઈએ કે આ વર્ષે ‘શોલે’ ની રિલીઝને ૫૦ વર્ષ પૂરા થઈ ગયા છે.જોકે, દુઃખની વાત એ છે કે આ ઉત્સવની ઉજવણી માટે ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર, સંજીવ કુમાર અને અમજદ ખાન આજે આપણી વચ્ચે નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like