Site icon

વિદ્યા બાલનની ધ ડર્ટી પિક્ચર જોઈને ડરી ગયો હતો સૈફ અલી ખાન, કરીનાએ જણાવ્યું ચોંકાવનારું કારણ..

વિદ્યા બાલનની ફિલ્મ ધ ડર્ટી પિક્ચર 2011ની સૌથી હોટ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં વિદ્યાએ સાઉથની અભિનેત્રી સિલ્ક સ્મિતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી અને વિદ્યાએ આ ફિલ્મ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.

When Kareena revealed Saif was ‘afraid’ to watch Vidya Balan's The Dirty Picture

વિદ્યા બાલનની ધ ડર્ટી પિક્ચર જોઈને ડરી ગયો હતો સૈફ અલી ખાન, કરીનાએ જણાવ્યું ચોંકાવનારું કારણ..

News Continuous Bureau | Mumbai

વિદ્યા બાલનની ફિલ્મ ધ ડર્ટી પિક્ચર 2011ની સૌથી હોટ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં વિદ્યાએ સાઉથની અભિનેત્રી સિલ્ક સ્મિતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી અને વિદ્યાએ આ ફિલ્મ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ જોતા પહેલા સૈફ અલી ખાન ડરી ગયો હતો. હા, આ વાતનો ખુલાસો તેની પત્ની કરીના કપૂરે પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. 2012માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું હતું કે સૈફ તેની સાથે આ ફિલ્મ જોવા માટે ડરતો હતો કારણ કે તેના મનમાં ક્યાંક ને ક્યાંક તેને ડર હતો કે તે પણ આવી ફિલ્મમાં કામ કરવાની જીદ કરશે.

Join Our WhatsApp Community

જેના કારણે સૈફ ડરી ગયો હતો

કરીનાએ કહ્યું હતું કે, વિદ્યા બાલન 2011ની હીરો હતી, મને નથી ખબર કે હું આટલું જોખમ ઉઠાવીને ડર્ટી પિક્ચર જેવી ફિલ્મ કરી શકી હોત કે નહીં, પરંતુ જો મેં આવુ કર્યું હોત તો હું શાહરૂખ કે સલમાનને જરૂર રાખત…જેથી ફિલ્મ ફ્લોપ જાત તો પણ બેલેન્સ જળવાઈ રહેત. ખબર નથી કે હું ક્યારેય સૈફ અલી ખાન સાથે આ વિશે વાત કરી શકીશ કે નહીં. તેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. જ્યારે મેં તેને ફિલ્મ સાથે જોવાનું કહ્યું ત્યારે તે હા કહીને ટાળે છે, કદાચ તેને ડર છે કે હું પણ આવી જ ફિલ્મમાં કામ કરવાનો આગ્રહ કરીશ.

આ સમાચાર પણ વાંચો: નીતા અંબાણીની નાની બહેન છે પ્રાથમિક ટિચર, શાહરૂખ-સચિનના બાળકોની રહી ચુકી છે શિક્ષિકા

ફિલ્મની વાર્તા સિલ્ક સિલ્ક પર હતી

તમને જણાવી દઈએ કે ડર્ટી પિક્ચર વિદ્યા બાલનની સૌથી બોલ્ડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મમાં સિલ્ક સ્મિતાનો રોલ કરવા અંગે વિદ્યાએ કહ્યું કે લોકો સિલ્કને બોલ્ડ માનતા હતા કારણ કે તેની ડ્રેસિંગ અને પોઝ આપવાની રીત અલગ હતી, પરંતુ મારા મતે તે નીડર હતી. સિલ્કે 1996માં 33 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. લીધી હતી.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version