જ્યારે સૂરજ બડજાત્યાની પાર્ટીમાં,સલમાન ખાન થી નારાજ થયા હતા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજકુમાર, ગુસ્સામાં કહી હતી આવી વાત; જાણો શું હતો સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022          

સોમવાર

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનને આજે ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર માનવામાં આવે છે. ચાહકોને તેની સ્ટાઈલ અને તેની ફિલ્મો બંને પસંદ છે. સલમાન ખાનને માત્ર સ્ક્રીન પર જ દબંગ નથી માનવામાં આવતો , પરંતુ લોકો તેને વાસ્તવિક જીવનમાં પણ દબંગ માને છે. જો કે સલમાનનો એકવાર સામનો બોલિવૂડના એવા એક દિગ્ગજ કલાકાર સાથે થયો હતો જેણે સલમાનના પણ હોશ ઉડાવી દીધા હતા. તે પીઢ અભિનેતા હતા, રાજકુમાર.રાજકુમાર બોલિવૂડના મોટા અભિનેતા હતા અને ઈન્ડસ્ટ્રીમાં દરેક જણ તેમના ભડકાઉ વલણથી વાકેફ હતા. રાજકુમાર ક્યારેય કોઈને કંઈપણ કહેતા અચકાતા નહોતા અને દરેક  લોકો તેની સાથે થોડા આદરથી વર્તતા હતા. જો કે, એકવાર સલમાન ખાનના મોઢામાંથી કંઈક નીકળી ગયું, જે સાંભળીને રાજકુમાર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેમની  વાતો થી તેમને  સલમાનની બોલતી બંધ કરી દીધી.

વાસ્તવમાં આ તે સમયની વાત છે જ્યારે સલમાન ખાનની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' સુપરહિટ બની હતી. 29 ડિસેમ્બર 1989ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ની સક્સેસ પાર્ટી યોજાઈ હતી. ફિલ્મના નિર્દેશક સૂરજ બડજાત્યાએ પણ રાજકુમારને આ પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. જ્યારે રાજકુમાર પાર્ટીમાં પહોંચ્યો ત્યારે તેણે સૂરજ બડજાત્યાને કહ્યું કે તે ફિલ્મની સ્ટાર કાસ્ટને મળવા માંગે છે.રાજકુમારની વાત સાંભળીને સૂરજ બડજાત્યા સલમાન ખાનને મળવા લઈ ગયા. સલમાન ખાન આ પહેલા રાજકુમારને મળ્યો ન હતો, તેથી જ્યારે તે તેની સામે આવ્યો ત્યારે સલમાને પૂછ્યું, 'તમે કોણ છો? રાજકુમાર ખૂબ જ પ્રખ્યાત કલાકાર હતા, આવી સ્થિતિમાં ઇન્ડસ્ટ્રીમાં નવા આવેલા સલમાન ખાનના મોઢેથી આવી વાતો સાંભળીને તેમનો પારો ચડી ગયો હતો. એવું કહેવાય છે કે ગુસ્સામાં સલમાન ખાનને જવાબ આપતા રાજકુમારે કહ્યું, 'દીકરા, તારા પિતાને પૂછી લે કે હું  કોણ છું ?’

અમિતાભ બચ્ચન અને પ્રભાસે શરૂ કર્યું સાથે શૂટિંગ, સાઉથ સુપરસ્ટાર બિગ બી સાથે કામ કરવા માટે ઉત્સાહિત, આ ફિલ્મ માં આવશે નજર ; જાણો વિગત

રાજકુમારે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'કાજલ', 'હમરાજ', 'નીલકમલ', 'દિલ એક મંદિર' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મોમાં તેમની બોલવાની અને ચાલવાની સ્ટાઈલ આજે પણ ઘણી ફેમસ છે. ગળા પર હાથ લહેરાવતી વખતે રાજકુમાર જે રીતે 'જાની' બોલતા હતા તે દર્શકો ને ઘણું પસંદ આવ્યું હતું. આ જ કારણ છે કે રાજકુમાર આજે આપણી વચ્ચે નથી, પરંતુ લોકો તેમને આજે પણ ભૂલી શક્યા નથી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment