News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાન ના ઘરે રવિવારે વહેલી સવારે બે હુમલાખોરો એ ગોળીબાર કર્યો હતો, ત્યારથી સલમાન ખાન ની ચર્ચા થઇ રહી છે. હાલ સલમાન ખાન બોલિવૂડ નો સુપરસ્ટાર છે પરંતુ બહુ ઓછા લોકો તેના સંઘર્ષ વિશે જાણે છે. ખૂબ જ સમૃદ્ધ અને ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવતા સલમાન ખાનનું જીવન સરળ નહોતું.પ્રખ્યાત ફિલ્મ લેખક,અને નિર્માતા સલીમ ખાનના પુત્ર હોવાને કારણે સલમાન માટે બોલિવૂડમાં પ્રવેશવું તો આસાન હતું, પરંતુ ઇન્ડસ્ટ્રી માં ટકી રહેવું મુશ્કેલ હતું. સલમાન ખાનની પહેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ હતી, પરંતુ તેની પહેલી હિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ હતી.
સલમાન ખાન ને રમેશ તૌરાની એ કરી હતી મદદ
સલમાન ખાન ની પહેલી ફિલ્મ મૈંને પ્યાર કિયા’ હિટ તો ગઈ પરંતુ અહીં થી જ તેના સંઘર્ષ ના દિવસો પણ શરૂ થયા. સલમાન ખાન ની ફિલ્મ મૈને પ્યાર કિયા હિટ ગઈ હોવાછતાં તેને કોઈ સાઈન નહોતું કરતું. આ વાત તેને IIFA 2022 એવોર્ડ શો દરમિયાન કહી હતી. આ વાતો યાદ કરતા સલમાન ખાન ગળગળો થઇ ગયો હતો ત્યારબાદ તેને પ્રોડ્યૂસર રમેશ તૌરાની વિશે વાત કરતા કહ્યું કે, “મારી પાસે કોઈ કામ નહોતું, પછી રમેશ તૌરાની મારા જીવનમાં ભગવાનની જેમ આવ્યા. જેના કારણે મને 1991માં ‘પથ્થર કે ફૂલ’ મળી હતી.પિતા સલીમ ખાને જીપી સિપ્પીને એક ફિલ્મ મેગેઝિનમાં નકલી જાહેરાત પ્રકાશિત કરવા કહ્યું કે સિપ્પી જી મને તેમની આગામી ફિલ્મમાં લઈ રહ્યા છે.સિપ્પીએ એવું જ કર્યું પણ વાસ્તવમાં તે નકલી હતું બિલકુલ ફિલ્મ નહોતી. ત્યારપછી રમેશ તૌરાની સિપ્પીની ઓફિસમાં ગયા અને ફિલ્મના સંગીત માટે 5 લાખ રૂપિયા ચૂકવ્યા. આ જ કારણ હતું કે મને તે ફિલ્મ મળી.”
આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 એ રિલીઝ પહેલા જ તોડ્યો શાહરુખ અને પ્રભાસ ની આ ફિલ્મ નો રેકોર્ડ, આ સાથે જ બની ભારતની આવું કરનાર પહેલી ફિલ્મ
સલમાન ખાને તેને મદદ કરેલા મિત્રો નો પણ માન્યો આભાર
આ જ એવોર્ડ શોમાં સલમાને બોની કપૂરનો આભાર માનતા કહ્યું હતું કે “મારી કારકિર્દી સારી નહોતી ચાલી રહી. તે સમયે બોની કપૂરે મને ‘વોન્ટેડ’ ફિલ્મની ઓફર કરી અને તે પછી જ મારી કારકિર્દી પાટા પર આવી.” આ ઉપરાંત સલમાને એ સમયને પણ યાદ કર્યો જ્યારે તેની પાસે પૈસા નહોતા અને તે પોતાનું મનપસંદ શર્ટ અને વોલેટ ખરીદી શકવાની પરિસ્થિતિ માં નહોતો ત્યારે સુનીલ શેટ્ટીએ તે બધી વસ્તુઓ ખરીદીને તેને ભેટમાં આપી હતી.