Akshay Kumar Fitness Secret ‘જબ તક રહેગા સમોસે મેં આલુ…’ ગીત હિટ કરાવનાર અક્ષયે 15 વર્ષથી કેમ નથી ખાધા સમોસા? ફિટનેસ પ્રત્યેનો આ સમર્પણ જોઈ તમે પણ ચોંકી જશો!

Akshay Kumar Fitness Secret રિયાલિટી શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ માં અક્ષય કુમારે કર્યો મોટો ખુલાસો સમોસા ન ખાવા પાછળ ડાયટિંગ નહીં પણ આ છે અસલી કારણ

by Zalak Parikh
Akshay Kumar Fitness Secret ‘જબ તક રહેગા સમોસે મેં આલુ...’ ગીત હિટ કરાવનાર અક્ષયે 15 વર્ષથી કેમ નથી ખાધા સમોસા? ફિટનેસ પ્રત્યેનો આ સમર્પણ જોઈ તમે પણ ચોંકી જશો!

 

News Continuous Bureau | Mumbai

Akshay Kumar Fitness Secret બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની ફિટનેસ અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતા છે. હાલમાં તેઓ પોતાની આગામી હોરર કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેઓ ટીવી ક્વિઝ રિયાલિટી શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ ને હોસ્ટ કરી રહ્યા છે. શોના એક એપિસોડમાં સ્પર્ધક વિધિ ભારાણીએ અક્ષયને તેમના ખાનપાન વિશે એક રસપ્રદ સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં અક્ષયે જણાવ્યું કે તેમણે છેલ્લા દોઢ દાયકાથી સમોસાને હાથ પણ લગાવ્યો નથી.

સમોસા ન ખાવા પાછળનું કારણ ડાયટિંગ નથી

શો દરમિયાન સ્પર્ધકે પૂછ્યું કે, “સર, શું એ સાચું છે કે તમે છેલ્લા 15 વર્ષથી એક પણ સમોસું નથી ખાધું?” અક્ષયે હસતા હસતા જવાબ આપ્યો કે આ વાત તદ્દન સાચી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલો સ્વાદિષ્ટ નાસ્તો તમે વજન વધવાના ડરથી છોડી દીધો છે? ત્યારે અક્ષયે સ્પષ્ટતા કરી કે આ ડાયટિંગ કે વજન વધવાનો મુદ્દો નથી. અક્ષયે કહ્યું, “મેં વજન વધવાની ચિંતામાં સમોસા ખાવાનું બંધ નથી કર્યું, પરંતુ મને સમોસા ખાવાથી એસિડિટીની સમસ્યા થાય છે. તેથી સ્વાસ્થ્યની સુખાકારી માટે મેં આ સ્ટ્રીટ ફૂડથી અંતર બનાવી લીધું છે.”

હિટ ગીતના શૂટિંગ દરમિયાન પણ નહોતા ખાધા સમોસા

વાતચીત દરમિયાન અક્ષય કુમારે એક રમુજી કિસ્સો પણ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ વર્ષો પહેલા પોતાના સુપરહિટ ગીત ‘જબ તક રહેગા સમોસે મેં આલુ’ નું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે પણ તેમણે શૂટિંગ દરમિયાન એક પણ સમોસું ખાધું નહોતું. આ સાંભળીને શોમાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. અક્ષયની આ શિસ્ત જ તેમને 59 વર્ષની ઉંમરે પણ યુવાન અને સ્ફૂર્તિલા રાખે છે.

👉 આ સમાચાર વાચો:
Ahaan Panday and Aneet Padda અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડીનું કમબેક! મોહિત સૂરીની નવી ફિલ્મથી બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ, જાણો સંપૂર્ણ વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More