News Continuous Bureau | Mumbai
ટીવીની નંબર વન સિરિયલ 'અનુપમા'નો લેટેસ્ટ પ્રોમો(ANupama latest promo) જોઈને અનુ-અનુજના ફેન્સ પરેશાન છે. વાસ્તવમાં, અનુપમાના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અનુ, અનુજ સાથે તેના જીવન વિશે વાત કરી રહી છે અને ત્યારબાદ અનુજની તસવીર દિવાલ પરથી પડી છે. જેના પરથી જાણવા મળે છે કે અનુજનું પાત્ર સિરિયલમાં ખતમ થવા જઈ રહ્યું છે. આ દ્રશ્યે દર્શકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. કારણ કે આ શોનો સૌથી મનમોહક ભાગ અનુજ-અનુજની લવસ્ટોરી (lovestory)છે અને જો આ લવસ્ટોરીનો અંત આવશે તો ચાહકોની અનુપમા એકલી પડી જશે.જો કે, કેટલાક સમયથી એવા અહેવાલો આવ્યા હતા કે કદાચ 'અનુપમા'માં ગૌરવ ખન્નાનો(Gaurav Khanna) ટ્રેક સમાપ્ત થવાનો છે અને તે શો છોડી શકે છે. હવે અભિનેતાએ પોતે આ અંગે મૌન તોડ્યું છે.
એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં ગૌરવ ખન્નાએ આ વિશે કહ્યું હતું , "હાલ માટે હું એટલું જ કહી શકું છું કે હું ‘અનુપમા’ અને સ્ટાર પ્લસ (star plus)માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. મને રાજન શાહીના (Rajan Shahi)વિઝનમાં પૂરો વિશ્વાસ છે. મને ખબર નથી કે ટ્રેક પર આગળ શું થવાનું છે. તેથી, હું ઇચ્છું છું કે દર્શકો તેને જુએ અને થોડો સમય રાહ જુઓ."ગૌરવે એક હિંટ આપી હતી કે તે આ શો સાથે જોડાયેલો છે, પરંતુ તેણે પ્રોમોમાં દર્શાવવામાં આવેલા સસ્પેન્સ વિશે કશું કહ્યું નથી. આ સાથે અનુપમા સિરિયલના મેકર્સે પણ કહ્યું છે કે અનુજનું પાત્ર મરવાનું નથી. ગૌરવ ખન્ના ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તે 'મેરી ડોલી તેરે અંગના', 'યે પ્યાર ના હોગા કમ', 'CID' જેવા શોમાં જોવા મળી ચૂકી છે.
આ સમાચાર પણ વાંચો : કાર્તિક આર્યને કરણ જાેહર અને સારા સામે લીધો બદલો-અભિનેત્રી ના ભૂતપૂર્વ નિવેદન પર અભિનેતા એ આપ્યો વળતો જવાબ
તમને જણાવી દઈએ કે આ શો વર્ષ 2020માં લોન્ચ થયો હતો અને શરૂઆતથી જ દર્શકોનો ફેવરિટ બની ગયો હતો. શોના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનુપમાના(Anupama) જીવનમાં અનુજની એન્ટ્રી થઈ ત્યારથી જ દર્શકોને શોનો ટ્રેક વધુ પસંદ આવવા લાગ્યો.ચાહકોને જણાવી દઈએ કે આ શો બંગાળી નાટક (Bengali drama)શ્રીમોઈની રીમેક છે, જેની વાર્તા પર આધારિત અનુજ અને અનુપમાની પ્રેમ કહાની આ રીતે આગળ વધવાની છે અને અનુજ ક્યાંય જવાનો નથી. અનુજ હાલમાં શોની વાર્તાના મુખ્ય પાત્રોમાંનો એક છે, શોમાંથી તેનું વિદાય વાર્તાને હચમચાવી શકે છે. જોકે, શોમાં મોટા ટ્વિસ્ટ આવવાના છે. પરંતુ તેના માટે ચાહકોએ રાહ જોવી પડશે.