News Continuous Bureau | Mumbai
Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમી અભિનિત ફિલ્મ ‘હક’ ને સેન્સર બોર્ડ તરફથી UA સર્ટિફિકેટ મળ્યું છે અને ખાસ વાત એ છે કે ફિલ્મમાં કોઈ પણ કટ લાગ્યો નથી. 7 નવેમ્બર 2025ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મને ભારત ઉપરાંત UAE, UK, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સેન્સર બોર્ડથી પણ ક્લીન ચિટ મળી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
યામી-ઇમરાનની ફિલ્મને UA 13+ રેટિંગ
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ એ માહિતી આપી કે ‘હક’ને 28 ઓક્ટોબરે UA 13+ સર્ટિફિકેટ મળ્યું છે. UAEમાં PG15 અને અન્ય દેશોમાં PG રેટિંગ આપવામાં આવ્યું છે. એટલે કે ફિલ્મ 13 વર્ષથી ઉપરના દર્શકો માટે યોગ્ય છે.મીડિયા સાથે વાતચીતમાં યામીએ કહ્યું કે, “ફિલ્મ કોઈ પણ સમુદાય કે ધર્મ વિરુદ્ધ નથી. UAEમાં પણ કોઈ કટ વગર PG15 રેટિંગ મળ્યું છે, એટલે ભારત માટે પણ ચિંતા કરવાની જરૂર નથી.” યામીએ કહ્યું કે ફિલ્મ સમાજમાં એક હેલ્ધી ચર્ચા માટે બનાવવામાં આવી છે.
‘HAQ’ CLEARED IN INDIA, UAE, UK, AUSTRALIA, NEW ZEALAND… #JungleePictures‘ #Haq – starring #EmraanHashmi and #YamiGautamDhar – has received censor clearance in #India, #UAE, #UK, #Australia, and #NewZealand.
⭐️ #India: Certified UA 13+ by CBFC on 28 Oct 2025.
⭐️ #UAE:… pic.twitter.com/CaVeom53DY— taran adarsh (@taran_adarsh) November 4, 2025
‘હક’ની કહાની ભારતીય બંધારણના અનુચ્છેદ 44 અને CrPCની કલમ 125 પરથી પ્રેરિત છે. ફિલ્મમાં એક માતા પોતાના અને બાળકોના અધિકાર માટે કોર્ટમાં લડાઈ લડે છે. ફિલ્મમાં યામી અને ઇમરાન ઉપરાંત શીબા ચઢ્ઢા, વાર્તિકા સિંહ, દાનિશ હુસેન અને અસીમ હટ્ટનગડી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)