Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.

Toxic Scene Controversy: અશ્લીલ સીન્સને લઈને AAP દ્વારા સેન્સર બોર્ડમાં ફરિયાદ; "હું પરિવાર સાથે ન જોઈ શકું તેવી ફિલ્મો નહીં કરું" - યશના જૂના નિવેદને ઉભો કર્યો વિવાદ.

by Zalak Parikh
Yash Faces Backlash as Old Video Goes Viral Amid 'Toxic' Steamy Scene Controversy

News Continuous Bureau | Mumbai

Toxic Scene Controversy: KGF ફેમ અભિનેતા યશના 40મા જન્મદિવસે (8 જાન્યુઆરી) તેમની આગામી ફિલ્મ ‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં જોવા મળેલા બોલ્ડ દ્રશ્યો સામે આમ આદમી પાર્ટી (AAP) ની મહિલા એ વાંધો ઉઠાવ્યો છે અને રાજ્ય મહિલા આયોગ તેમજ સેન્સર બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે આ પ્રકારનું કન્ટેન્ટ મહિલાઓ અને બાળકો પર ખરાબ અસર કરે છે. આ વિવાદની વચ્ચે યશનો એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થયો છે, જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Mardaani 3 Trailer Released: એક્શન અને સસ્પેન્સનો ડબલ ડોઝ! મર્દાની 3 ના ટ્રેલરમાં રાની મુખર્જીનો દબંગ અવતાર, શું લેડી વિલનને પાઠ ભણાવી શકશે શિવાની?

જૂના વીડિયોમાં શું બોલ્યા હતા યશ?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં યશ  કહી રહ્યા છે કે, “હું એવી કોઈ પણ ફિલ્મ નહીં કરું જે હું મારા માતા-પિતા સાથે જોવામાં અસહજ અનુભવું.” હવે નેટીઝન્સ ‘ટોક્સિક’ ના બોલ્ડ સીન્સને આ નિવેદન સાથે જોડીને યશની ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ લખી રહ્યા છે કે, “રોકી ભાઈ ધોખેબાજ છે” અને “પૈસા માટે લોકો પોતાના સિદ્ધાંતો બદલી નાખે છે.” 


જ્યાં એક તરફ ટીકા થઈ રહી છે, ત્યાં બીજી તરફ યશના ચાહકો તેમના સમર્થનમાં ઉતરી આવ્યા છે. ફેન્સે દલીલ કરી છે કે સમયની સાથે વ્યક્તિની વિચારસરણી અને પ્રોફેશનલ જરૂરિયાતો બદલાતી હોય છે. એક યુઝરે લખ્યું કે, “તેના માતા-પિતાએ ટીઝર જોયું જ હશે અને તેમને વાંધો નથી, તો દુનિયાને શું તકલીફ છે?” અન્ય એક ચાહકે કહ્યું કે ટીઝરના એક સીન પરથી આખી ફિલ્મને જજ કરવી ખોટું છે.ફિલ્મ ‘ટોક્સિક’ 19 માર્ચ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનો સીધો મુકાબલો રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ સાથે થવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More