News Continuous Bureau | Mumbai
KGF 3: સાઉથના સુપરસ્ટાર યશ સ્ટારર ‘KGF 3’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘KGF 1’ અને ‘KGF 2’ સુપરહિટ સાબિત થઇ હતી. આજે પણ લોકોને આ ફિલ્મની વાર્તા અને સંવાદો યાદ છે. દરમિયાન, ‘KGF 3’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ‘KGF 3’માં ફરી એકવાર રોકી ભાઈની જબરદસ્ત સ્ટાઈલ જોવા મળશે. ‘KGF 3’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.
જલ્દી જ શરુ થશે KGF:3 નું શૂટિંગ
ટૂંક સમય માં યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘KGF 3’નું શૂટિંગ શરૂ થશે. KGF:3′ વિશે દરરોજ નવા અપડેટ્સ આવતા રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024થી શરૂ થશે. યશ સ્ટારર ‘KGF 3’ બોક્સ ઓફિસ પર 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે, ફિલ્મ ના પ્રવક્તા એ કહ્યું, “21 ડિસેમ્બરે, ‘KGF’ ની પાંચમી વર્ષગાંઠ પર, અમે ‘KGF 3’ ના રિલીઝ પ્લાનની જાહેરાત કરીશું. ‘KGF 3’ માટે, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા વચ્ચે પ્રારંભિક ચર્ચાઓ થઈ છે અને વાર્તા પર ચર્ચા કરવામાં આવી છે. ઑક્ટોબર 2024માં શૂટિંગ શરૂ થશે અને ફિલ્મ 2025માં રિલીઝ થશે. ‘KGF 3’ની રિલીઝ અંગેની સત્તાવાર જાહેરાત આ વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવશે.”
After Salaar sequels, Hombale Films starts #KGF3 in Oct 2024. A prequel to KGF2, it highlights Rocky Bhai’s adventures in the USA & 16 countries based on ’78-’81 CIA records. pic.twitter.com/oCsNBfnUpk
— LetsCinema (@letscinema) September 29, 2023
KGF ની ફ્રેન્ચાઇઝી
‘KGF: ચેપ્ટર 1’ અને ‘KGF: ચેપ્ટર 2’ બંને પીરિયડ એક્શન ફ્રેન્ચાઈઝી ફિલ્મો છે. ‘KGF’નું પહેલું ચેપ્ટર 2018માં રિલીઝ થયું હતું, જ્યારે તેનું બીજું ચેપ્ટર 2022માં આવ્યું હતું. હવે ફિલ્મ ‘KGF’ 2 ની શાનદાર સફળતા બાદ તેની સિક્વલ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા રોકી ભાઈના જીવનની આસપાસ ફરે છે. રોકી ભાઈના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Karan johar: આ બે નિર્દેશકોની કોપી કરીને બનાવવામાં આવી છે રણવીર આલિયાની રોકી ઔર રાની કી પ્રેમ કહાની, કરણ જોહરે કર્યો મોટો ખુલાસો