News Continuous Bureau | Mumbai
ટીવી સીરિયલ(TV serial) 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના(Ye Rishta Kya Kehlata Hai) અભિમન્યુ એટલે કે હર્ષદ ચોપરા(Harshad Chopra) વિશે સમાચાર છે કે તે શો છોડી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના પાત્રથી કંટાળી ગયો છે અને તેથી હવે શો ચાલુ રાખવા માંગતો નથી. જો ઘણા મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, હર્ષદ બિગ બોસ-16(Bigg Boss-16) માટે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ને છોડી દેવા માંગે છે. હાલમાં, અભિનેતાએ કોઈપણ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
હર્ષદ મહેતા 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' શોમાં તેના પાત્ર ડો.અભિમન્યુ બિરલા(Dr. Abhimanyu Birla) માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તેની ફેન ફોલોઈંગ (Fan following ) ખૂબ જ મોટી છે. આવી સ્થિતિમાં તેના શો છોડવાના સમાચાર ફેન્સને નિરાશ કરી શકે છે. જોકે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બિગ બોસમાં ભાગ લેવાના કારણે તે આ શો માં જોવા નહીં મળે. સોશિયલ મીડિયા(Social media) પર હર્ષદ ચોપરા બિગ બોસ-16માં જવાને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શોની ટીમે હર્ષદનો સંપર્ક કર્યો હતો અને તેણે શો કરવા માટે 4.5 કરોડ રૂપિયાની મોટી રકમ માંગી હતી.જો કે, આ વાતની પણ હજુ પુષ્ટિ થઈ નથી. આ સિવાય શોના નિર્માતાઓએ(show producers) ચારુ અસોપા અને રાજીવ સેનનો(Charu Asopa and Rajeev Sen) પણ સંપર્ક કર્યો હતો અને બંને કલાકારોએ તેની જાણકારી આપી હતી. પરંતુ આ ચહેરાઓ ઓક્ટોબરમાં યોજાનાર શોના પ્રીમિયરમાં જોવા મળશે કે કેમ, તે હાલમાં જાણી શકાયું નથી.
આ સમાચાર પણ વાંચો : રિલીઝ પહેલા કાનૂની મુશ્કેલીમાં ફસાઈ થેન્ક ગોડ-ફિલ્મ ના નિર્દેશક તેમજ અભિનેતા અજય દેવગણ-સિદ્ધાર્થ મલ્હોત્રા વિરુદ્ધ કેસ થયો દાખલ-જાણો શું છે સમગ્ર મામલો
આ સિવાય જે સેલેબ્સના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે તેમાં અભિનેત્રી જન્નત ઝુબેર રહેમાની(Jannat Zubair Rahmani), 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ કરિશ્મા સાવંત(Karisma Sawant), 'ભાભીજી ઘર પર હે ફેમ શુભાંગી અત્રે(Bhabhiji Ghar Par Hein) (Shubhangi Atre), ભોજપુરી સિંગર(Bhojpuri singer) નિશા પાંડે(Nisha Pandey), પ્રિયંકા ચહર ચૌધરી(Priyanka Chahar Chowdhury), શિલ્પા શેટ્ટીના(Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રા(Raj Kundra), ઉતરાણ અભિનેત્રી ટીના દત્તા(Tina Dutta) અને ઉર્ફી જાવેદ(Urfi Javed) પણ જોવા મળી શકે છે.