News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: સ્ટાર પ્લસ ની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ટૂંક સમયમાં એક લીપ આવવાનો છે, જેના પછી શો ના પાત્રો થી લઇ ને તેની વાર્તા માં ફેરફાર કરવામાં આવશે. હવે દર્શકો જાણવા માંગે છે કે શોમાં કયા નવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકા ભજવશે અને વાર્તા કયો વળાંક લેશે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે બોલિવૂડ અભિનેત્રી અનિતા રાજનું શોમાં જોડાવાનું લગભગ કન્ફર્મ થઈ ગયું છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લીપ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફરી એકવાર લીપ આવશે અને સાથે જ અક્ષરા-અભિમન્યુની વાર્તાનો પણ અંત આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર પહેલા અભિમન્યુ (હર્ષદ ચોપરા) અને પછી અક્ષરા (પ્રણાલી રાઠોડ)ને શોમાંથી દૂર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અભિમન્યુ 30 ઓક્ટોબરે તેનો છેલ્લો એપિસોડ શૂટ કરશે અને તેની વાર્તા કાર અકસ્માત ના દ્રશ્ય સાથે સમાપ્ત થશે. જ્યારે કે અક્ષરા એટલે કે પ્રણાલી રાઠોડ તેનો છેલ્લો એપિસોડ 13 નવેમ્બર ના રોજ શૂટ કરશે.
આ સમાચાર પણ વાંચો : TMKOC Disha vakani: નવરાત્રી ના ખાસ અવસર પર પરિવાર સાથે જોવા મળી તારક મહેતા ની દયા ભાભી,ચણીયા ચોળી માં સજ્જ દિશા વાકાણી એ લીધી ગરબા પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અનિતા રાજ ની થશે એન્ટ્રી
એક મીડિયા હાઉસે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, “નિર્માતા રાજન શાહીએ લીપ પછી શોમાં સહાયક અભિનેત્રીની એન્ટ્રીની પુષ્ટિ કરી છે. બોલિવૂડ અભિનેત્રી અનિતા રાજ ટૂંક સમયમાં આ સિરિયલમાં જોવા મળશે. ” આનાથી એ સ્પષ્ટ થાય છે કે દર્શકોને સિરિયલમાં એક મેગા લીપ જોવા મળશે જે પછી વાર્તા એક વળાંક લેશે. આ સાથે જ શો માં નવા ચહેરાઓ પણ જોવા મળશે.