News Continuous Bureau | Mumbai
National film award: ગઈકાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિજેતાઓને રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી, કૃતિ સેનન, પલ્લવી જોશી, કરણ જોહર, વિવેક અગ્નિહોત્રી, અલ્લુ અર્જુન, એસ એસ રાજામૌલી, આર માધવન જેવા કલાકાર દિલ્હી પહોંચ્યા હતા. આ અવસર પર ફિલ્મ ઉદ્યોગની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને દેશના સૌથી મોટા એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શાલ ઓઢાડી અને એવોર્ડ પણ આપ્યો. આ પ્રસંગે વિજ્ઞાન ભવનમાં બેઠેલા તમામ હોદ્દેદારો એ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી વહીદાનું સ્વાગત કર્યું હતું.
એક જ ફ્રેમ માં જોવા મળી ઇન્ડસ્ટ્રી ની શ્રેષ્ઠ અભિનેત્રી
નેશનલ એવોર્ડ સેરેમની ના ઘણા વિડીયો અને તસવીરો સામે આવી રહી છે. પરંતુ આ સેરેમની માંથી એક એવી તસ્વીર સામે આવી છે જે લોકો નું દિલ જીતી રહી છે. લોકો આ તસવીરને ‘પિક ઓફ ધ ડે’ પણ કહી રહ્યા છે. આ એ તસવીર છે, જેમાં આલિયા ભટ્ટ, કૃતિ સેનન અને પલ્લવી જોશી પીઢ અભિનેત્રી વહીદા રહેમાન સાથે એક જ ફ્રેમમાં જોવા મળે છે. આ તસવીરમાં ચારેય મહિલાઓ પારંપરિક ભારતીય પોશાક સાડીમાં ખુબજ સુંદર લાગી રહી છે.. દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અભિનેત્રી વહીદા રહેમાન સાથે આલિયા ભટ્ટ, કૃતિ સેનન અને પલ્લવી જોશીની આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Empowering Women in Cinema! A powerful moment captured with Dadasaheb Phalke Awardee Waheeda Rehman, Alia Bhatt, Pallavi Joshi, and Kriti Sanon.#NationalFilmAwards | #NFDC | #NFA@aliaa08 | @kritisanon | @rashtrapatibhvn | @MIB_India | @nfdcindia pic.twitter.com/STSNMuZjBW
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) October 17, 2023
નેશનલ એવોર્ડ વિજેતા
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન ને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે કે આલિયા અને કૃતિ સેનન ને શ્રેષ્ઠ અભિનેત્રી નો નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પલ્લવી જોશીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: રાખી સાવંતે ફરી કરી મલાઈકા અરોરા ની નકલ, અર્જુન કપૂર નું પણ લીધું નામ, જુઓ વાયરલ વિડીયો