News Continuous Bureau | Mumbai
Mumbai : મોટેભાગે સાંજે ઓફિસનો સમય પૂરો થાય એટલે અંધેરી(Andheri) પૂર્વથી નોકરિયાત લોકો પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરે છે, પરંતુ આ વખતે લોકોના પગ થંભી ગયા છે.
આ પાછળનું કારણ છે લોકસેવક અને ભારતીય જનતા પાર્ટીના(BJP) નેતા શ્રી મૂરજીભાઇ પટેલની સક્સેસફૂલ નવરાત્રિ ‘છોગાળા રે 2023’.(Chogada Re) હોલી ફેમિલી ગ્રાઉન્ડ આજે રોશનીના ઝગમગાટ, ચિક્કાર મેદની, અને કોકિલકંઠી લોકગાયિકા ગીતા રબારીના(Geeta Rabari) દેશી સૂરોથી ધમધમી ઉઠયું હતું. આશરે દસ હજારથી વધુ લોકો દૈનિક રીતે આ નવરાત્રિને(navratri) માણવા હાજરી આપી રહ્યા છે. આને કહેવાય ઝળહળતી સફળતા!
માત્ર અંધેરીના જ નહીં આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો આ નવરાત્રિને માણવા આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ભાજપના વરિષ્ઠ નેતા પ્રસાદ લાડ સહિત અનેક નામાંકિત હસ્તીઓએ ‘છોગાળા રે’ નવરાત્રિમાં હાજરી આપીને તેનું ગૌરવ વધાર્યું છે.
રામમંદિરની બન્યું આકર્ષણનું કેન્દ્ર
‘છોગાળા રે’ નવરાત્રિમાં અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન 3D ડાયમેન્શન સ્ટેજ ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 30 ફૂટ ઊંચા સ્ટેજ પર જબરદસ્ત લાઇટનિંગ, કદાવર એલ.ઈ.ડી. સ્ક્રીન ને ધમાકેદાર સાઉન્ડ સિસ્ટમ પ્રેક્ષકોને ખૂબ જ આકર્ષે છે. સ્ટેજ પરનું રામમંદિરનું ગુંબજ બધાનું ધ્યાન ખેંચે છે. માતાજીની મૂર્તિ પણ અતિ સુંદર ને મન પ્રફુલ્લિત કરે એવી છે. તેમનું સ્મિત મનમોહક છે ને તેમની આંખોની ચમક દરેક ભક્તોને શીશ નમાવવા મજબૂર કરી દે છે. આ અવ્વલ દરજ્જાની સજાવટને લીધે ગુજરાતીઓ સહિત સમગ્ર હિંદુઓમાં આ નવરાત્રિને પોપ્યુલર રહી છે.
ઉલ્લેખનીય છે કે અંધેરી ખાતે પ્રથમ વખત આટલા મોટા પાયે નવરાત્રિનું આયોજન થયું છે. લોકો માટે ખાણી પીણી ને કાર પાર્કિંગથી માંડીને કડક સુરક્ષા વ્યવસ્થા સહિત ઉત્કૃષ્ટ દરજ્જાની તમામ વ્યવસ્થાઓની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ગાઝામાં હોસ્પિટલ પર હુમલા બાદ આરબ નેતાઓએ જો બાઈડેન સાથે બેઠક કરી રદ્દ, મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો… જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..