News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સ્ટાર પ્લસ ની લોકપ્રિય સીરીયલ માંની એક છે. આ સિરિયલ 14 વર્ષ થી લોકોનું મનોરંજન કરી રહી છે. ‘અનુપમા’ પછી આ ડેઈલી સોપ સૌથી વધુ જોવામાં આવે છે. આ શો લીપને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. હવે આ શો માં લીપ આવવો કન્ફર્મ છે. કેમકે હવે આ સિરિયો નો પહેલો પોસ્ટ લીપ પ્રોમો રિલીઝ થઇ ગયો છે. જેમાં અક્ષરા અને અભિનવ ની પુત્રી અભિરા જોવા મળી રહી છે.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો પ્રોમો
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના લીપ પછી પહેલો પ્રોમો આવી ગયો છે, જેમાં અક્ષરા-અભિનવની દીકરી અભિરા જોવા મળે છે.શોનો નવો પ્રોમો વિડીયો સ્ટાર પ્લસના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. પ્રોમોમાં અક્ષરાના પતિ અભિમન્યુ અને પુત્ર અભીર ને બતાવવામાં આવ્યા નથી કારણ કે લીપ પહેલા બંનેની વાર્તા સમાપ્ત થઈ જશે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની નવી સ્ટોરી 6 નવેમ્બરથી બતાવવામાં આવશે. આ નવી વાર્તામાં અક્ષરા અને તેની પુત્રી તેમના જીવનની નવી શરૂઆત કરતી જોવા મળશે. અક્ષરાને એક પુત્રી હશે જેનું નામ તે અભિરા રાખશે. અભિરા તેના પિતા અભિનવની જેમ બબલી અને શાંત હશે. જો કે કેટલાક લોકોને પ્રોમો પસંદ આવ્યો નથી.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની નવી સ્ટારકાસ્ટ
સમૃદ્ધિ શુક્લા અને શહેજાદા ધામી ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. સમૃદ્ધિએ અક્ષરાની દીકરી અભિરા નો રોલ કર્યો છે. આ સિવાય શ્રુતિ ઉલ્ફત, સંદીપ રાજોરા, પ્રીતિ પુરી ચૌધરી અને શ્રુતિ રાવત સહિત ઘણા કલાકારો જોવા મળવાના છે.
આ સમાચાર પણ વાંચોઃ Jaya bachchan and Kajol: ઓન સ્ક્રીન સાસુ જયા બચ્ચન એ વહુ કાજોલ સામે રડ્યું પોતાનું દુખડું, બન્ને ના ચહેરા ના હાવભાવ જોઈ લોકોએ કર્યા ટ્રોલ, જુઓ વાયરલ વિડીયો
