Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે અભીર ની એન્ટ્રી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા ભજવી શકે છે અક્ષરા ના પુત્ર ની ભૂમિકા

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં લિપ આવ્યો છે. હર્ષદ મહેતા અને પ્રણાલી રાઠોડ ની જગ્યા હવે શહેઝાદા ધામી અને સમૃદ્ધિ શુકલા એ લીધી છે, આ દરમિયાન હવે નવી એન્ટ્રીના સમાચાર સામે આવી રહ્યા છે. શો માં અભીર ની એન્ટ્રી થવા જઈ રહી છે.

yeh rishta kya kehlata hai new entry TMKOC fame actor raj anadkat may play abhir role in the show

yeh rishta kya kehlata hai new entry TMKOC fame actor raj anadkat may play abhir role in the show

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં લિપ બાદ હર્ષદ ચોર અને પ્રણાલી રાઠોડ નું સ્થાન શહેઝાદા ધામી અને સમૃદ્ધિ શુકલા એ લીધું છે. સિરિયલ માં શહેઝાદા અરમાન પોદ્દાર અને સમૃદ્ધિ અભીરા ના પાત્ર ભજવી રહ્યા છે. લોકો ને બંને ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. હાલ શોમાં અભિરા પોતાનો અભ્યાસ પૂરો કરવા કોલેજ જવા લાગી છે તો બીજી તરફ રુહી અને અરમાન પણ નજીક આવતા જોવા મળશે. આ દરમિયાન વાર્તામાં નવો વળાંક આવવાનો છે. શોમાં એક નવી એન્ટ્રી થવાની છે. જે અંગેની વિગતો પ્રકાશમાં આવી છે.

Join Our WhatsApp Community

 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીર ની ભૂમિકા માં જોવા મળશે રાજ અનડકટ 

મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભિર પરત ફરી રહ્યો છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, સિરિયલ ના મેકર્સ એ  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ નો સંપર્ક કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શોમાં રાજ અનડકટ અભીર નું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. તેની મેકર્સ સાથે વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો બધું બરાબર રહ્યું તો તે ટૂંક સમયમાં સીરિયલમાં જોવા મળી શકે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


મીડિયા રિપોર્ટ મુજબ અભિર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આગામી એપિસોડમાં એન્ટ્રી કરશે. તે ગોએન્કા પરિવારને આરોહીઓ ના મૃત્યુ પાછળનું સાચું કારણ પણ જણાવશે. તે કહેશે કે આરોહીનું મૃત્યુ અક્ષરાના કારણે નહીં પરંતુ રૂહીના કારણે થયું છે. એટલું જ નહીં, તે અભિમન્યુના મૃત્યુના સમાચાર પણ આપશે.

આ સમાચાર પણ વાંચો : Fighter trailer: ફાઈટર નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, માત્ર એક્શન જ નહીં ફિલ્મના સંવાદો એ પણ જીતી લીધા લોકો ના દિલ

 

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version