News Continuous Bureau | Mumbai
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં (yeh rishta kya kehlata hai) એક પછી એક ટ્વિસ્ટ આવી રહ્યા છે. પહેલો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે અભિનવ શર્માનું(abhinav) અવસાન થયું અને બધો દોષ અભિમન્યુ(abhimanyu) પર આવ્યો. પછી એક નવો પ્રોમો આવ્યો અને બતાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં અક્ષરા કોર્ટમાં જઈને અભિમન્યુ માટે લડશે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર ‘મૂવ ઓન અભિમન્યુ બિરલા’ના ટ્રેન્ડ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિમન્યુની ભૂમિકા ભજવતા અભિનેતા હર્ષદ ચોપરા (Harshad chopra) શો છોડવાનો (quit show) છે. ચાલો જાણીએ કે આ વાયરલ સમાચાર પર શો સાથે જોડાયેલા એક સ્ત્રોતે શું કહ્યું.
શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો છોડી દેશે હર્ષદ ચોપરા
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (yeh rishta kya kehlata hai) સાથે જોડાયેલા એક સૂત્રએ એક ન્યૂઝ પોર્ટલ ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘ના, તે સાચું નથી. આ એક અફવા છે. કોઈપણ અભિનેતા આવા હિટ શોને અધવચ્ચે જ કેમ છોડી દેશે? પ્રેક્ષકો ખૂબ વિચારી રહ્યા છે. જ્યારે મેકર્સે અલગ અલગ પ્લાન બનાવ્યા છે. આગામી એપિસોડમાં ઘણા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ હશે અને આ આગામી ટ્રેક દર્શકોને પસંદ આવશે.
આ સમાચાર પણ વાંચો : ghoomar review: ફરી એકવાર અભિષેક બચ્ચનની ઍક્ટિંગે જીત્યું દિલ,જુનિયર બચ્ચન અને સૈયામીએ આપ્યો બાલ્કીના સ્વપ્નને આકાર, જાણો કેવી છે ફિલ્મ ‘ઘૂમર’
યે રિશ્તા ક્યા કહેલાતા માં આવનાર ટ્વીસ્ટ
આગામી પ્રોમોમાં આવનારા ટ્વિસ્ટની ઝલક જોવા મળી છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અક્ષરા કોર્ટમાં અભિમન્યુ (abhimanyu) વિરુદ્ધ જુબાની આપવાનો ઇનકાર કરશે. તે ન્યાયાધીશને કહેશે કે હવેથી તે કોર્ટમાં અભિમન્યુ બિરલાનો બચાવ કરશે કારણ કે તે તેની નવી વકીલ છે. આ સાંભળીને દરેકને આશ્ચર્ય થશે. બીજી તરફ, મંજરી અક્ષરા પર વિશ્વાસ નહીં કરે.