Site icon

એક વર્ષ સુધી રિજેક્ટ જ થતી રહી પ્રણાલી રાઠોડ, પછી આ રીતે બની યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની .. ક્યૂટ ‘અક્ષરા’

ટીવી ની લોકપ્રિય સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરા નું પાત્ર ભજવી ને ઘર ઘર માં ફેમસ થયેલી પ્રણાલી રાઠોડ ને કરિયર માં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો આ વિશે અભિનેત્રી એ ખુલાસો કર્યો છે.

yeh rishta pranali rathod struggles akshara faced rejections for one year

એક વર્ષ સુધી રિજેક્ટ જ થતી રહી પ્રણાલી રાઠોડ, પછી આ રીતે બની યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની .. ક્યૂટ 'અક્ષરા'

News Continuous Bureau | Mumbai

ટીવીના સુપરહિટ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ‘અક્ષરા’ લાઈમલાઈટમાં છે. ટીવી એક્ટ્રેસ પ્રણાલી રાઠોડ લેટેસ્ટ સિઝનમાં ‘અક્ષરા’નું પાત્ર ભજવી રહી છે. પ્રણાલીએ પોતાની ક્યુટનેસથી ચાહકોનું દિલ જીતી લીધું છે. જો કે, આ શોમાં આવતા પહેલા પ્રણાલીને કરિયરમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે તેણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો મેળવતા પહેલા હજારો રિજેક્શન નો સામનો કરવો પડ્યો હતો. લગભગ એક વર્ષ સુધી, પ્રણાલી ફક્ત રિજેક્ટ જ થતી રહી. પોતાની સંઘર્ષ કહાણી શેર કરતી વખતે અભિનેત્રી ખૂબ જ ભાવુક દેખાતી હતી.

Join Our WhatsApp Community

 

એક વર્ષ સુધી માત્ર  ઓડિશન આપ્યા

રાજન શાહીના શોની ‘અક્ષરા’ તરીકે ઘર-ઘરમાં જાણીતી બનેલી પ્રણાલી રાઠોડ ઘણી લાંબી મજલ કાપી ચૂકી છે. જો કે, અક્ષરા જેવી મોટી ભૂમિકા મેળવતા પહેલા પ્રણાલી ઘણા ઓડિશનમાં રિજેક્ટ થઈ ગઈ હતી. તાજેતરના ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ તેના સંઘર્ષના દિવસોને યાદ કરીને ઘણા ખુલાસા કર્યા. પ્રણાલીએ કહ્યું, “ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા પછી લગભગ એક વર્ષ સુધી, મેં માત્ર ઓડિશન આપ્યા કારણ કે મને ખબર હતી કે ઓડિશન ક્યાં હશે, હું ખૂબ નાની હતી ત્યારે મારી માતા સાથે ઓડિશન આપવા જતી હતી. પછી ભલે તે ઉનાળો હોય કે તડકો હોય કે પછી ઓડિશન ભલે ગમે તેટલું દૂર હોય, મેં આ બધું આખા વર્ષ માટે કર્યું. મારો પહેલો પ્રોજેક્ટ મેળવવા માટે મારે એક વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો.”

 

સતત કર્યો રિજેક્શન નો સામનો 

પ્રણાલી આગળ કહે છે કે, એક સમય એવો હતો જ્યારે હું રિજેક્ટ થતી હતી. હું સતત રિજેક્ટ થવાથી કંટાળી ગઈ હતી. આ કારણે મારો આત્મવિશ્વાસ પણ ખતમ થઈ રહ્યો હતો. પછી મને લાગ્યું કે અભિનય કદાચ મારા માટે નથી, હું ખૂબ નિરાશ થઇ હતી, પરંતુ પછી મારા પરિવારે મને ટેકો આપ્યો અને મને અસ્વીકાર સ્વીકારવાની સલાહ આપી. મારા પરિવારના સમર્થનને કારણે જ હું અહીં સુધી પહોંચી શકી છું.” તમને જણાવી દઈએ કે પ્રણાલી રાઠોડ ‘યે રિશ્તા’ પહેલા પણ એક શોમાં કામ કરી ચૂકી છે. તેણે સીરિયલ ‘ક્યૂં ઊઠે દિલ છોડ આયા’માં સાવકી માતાની ભૂમિકા ભજવી હતી. જોકે, તેને વાસ્તવિક ઓળખ યે રિશ્તામાં લીડ રોલથી મળી હતી. આ શોમાં અભિનેત્રી હર્ષદ ચોપરા સાથે રોમાન્સ કરી રહી છે જે તેના કરતા 13 વર્ષ મોટો છે.

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version