News Continuous Bureau | Mumbai
Yogesh Majajan passes away : ટીવી અને મરાઠી ફિલ્મ અભિનેતા યોગેશ મહાજનનું અચાનક નિધન થયું છે. અભિનેતાએ 44 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે તેના ઉમરગાંવ ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના અચાનક અવસાનથી તેમના પરિવાર અને નજીકના લોકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
Yogesh Majajan passes away : હૃદયરોગના હુમલાએ લીધો જીવ
મીડિયા રિપોર્ટ મુજબ યોગેશ મહાજનનું 19 જાન્યુઆરી, 2025ના રોજ અચાનક હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. તેમને હોસ્પિટલમાં લઈ ગયા પછી જ ડોક્ટરોએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. હવે અભિનેતાના અંતિમ સંસ્કાર 20 જાન્યુઆરી, 2025 ના રોજ મુંબઈના બોરીવલી પશ્ચિમમાં પ્રગતિ હાઈસ્કૂલ પાસે ગોરારી-2 સ્મશાનગૃહમાં થશે.
Yogesh Majajan passes away : ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા
મહત્વનું છે કે અભનેતાનો એપાર્ટમેન્ટ શૂટિંગ સેટની નજીક હતો અને જ્યારે તેઓ શૂટિંગ માટે ન આવ્યા, ત્યારે ક્રૂ મેમ્બર્સ તેમની ખબર કાઢવા માટે તેમના ઘરે ગયા. જ્યારે ઘરનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્યો નહીં, ત્યારે ક્રૂ મેમ્બર્સ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા. ટીવી અભિનેતા યોગેશ મહાજન 19 જાન્યુઆરીના રોજ તેમના ઉમરગાંવ સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Aman jaiswal passed away: ટીવી અભિનેતા અમન જયસ્વાલે માત્ર 23 વર્ષ ની ઉંમર માં કહ્યું દુનિયા ને અલવિદા,આ કારણે એક્ટર એ ગુમાવ્યો જીવ
તમને જણાવી દઈએ કે યોગેશ પરિણીત હતો, તેના પરિવારમાં તેની પત્ની અને તેનો સાત વર્ષનો પુત્ર છે, જેની તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Yogesh Majajan passes away : યોગેશ મહાજનની કારકિર્દી
યોગેશ મહાજન આ દિવસોમાં ટીવી શો શિવ શક્તિ તપ ત્યાગ તાંડવમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે અદાલત, જય શ્રી કૃષ્ણ, ચક્રવર્તી અશોક સમ્રાટ અને દેવોં કે દેવ મહાદેવ જેવા શોમાં કામ કર્યું છે. યોગેશ મહાજન મરાઠી ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. તેમણે મુંબઈછે શહાણે અને સંસારચી માયા જેવી મરાઠી ફિલ્મોમાં કામ કરીને ઘણી ખ્યાતિ મેળવી.