News Continuous Bureau | Mumbai
Tiger 3: સલમાન ખાન ના ચાહકો તેની ફિલ્મ ટાઇગર 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યં છે. આ ઈલ્મ માં સલમાન ખાન ની સાથે, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. હવે નિર્માતાઓએ તેનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં ઈમરાન હાશ્મી નો વિલન લુક જોવા મળી રહ્યો છે.
Headline – 1 – ટાઇગર 3 નો નવો પ્રોમો
‘ટાઈગર 3’ નું ટીઝર અને ટ્રેલર તો પહેલા જ રિલીઝ થઇ ચૂક્યું છે. હવે નિર્માતા એ તેનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ વીડિયો 50 સેકન્ડનો છે, જેનું શીર્ષક આપવામાં આવ્યું છે ‘ટાઈગર ઈઝ બેક’. વિડિયોની શરૂઆતમાં વિલન બનેલો ઈમરાન કહે છે, ‘હવે મારો વારો છે, આ વખતે તમે ટાઈગરને ગુમાવશો. હું ટાઈગરને વચન આપું છું કે ભારતનું અસ્તિત્વ વિશ્વના નકશા પરથી ભૂંસી નાખીશ. બીજી તરફ સલમાન કહે છે, ‘તમે બધુ બરાબર કર્યું છે, તમે એક વાત ભૂલી ગયા છો, ‘જ્યાં સુધી ટાઇગર મરતો નથી, ટાઇગર નો પરાજય થતો નથી.’
તમને જણાવી દઈએ કે ભારતમાં 5 નવેમ્બરથી ટાઇગર 3 નું એડવાન્સ બુકિંગ શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની 5 મી ફિલ્મ છે. આ ફિલ્મ 12 નવેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Khichdi 2 trailer: નવા મિશન સાથે તમને હસાવવા આવી રહ્યો છે પારેખ પરિવાર, ખીચડી 2 નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ