News Continuous Bureau | Mumbai
Jay soni : ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ‘ આ દિવસોમાં અભિનવ ઉર્ફે જય સોનીના કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. એક સમયે #અભિરાના ચાહકો શો માં અભિનવ ની એન્ટ્રીથી દુઃખી હતા. હવે, અભિનવના શોમાંથી બહાર થયા પછી લોકો દુઃખી થઈ રહ્યા છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જય સોનીએ અક્ષરા ઉર્ફે પ્રણાલી રાઠોડના બીજા પતિની ભૂમિકા ભજવી હતી. આ પાત્રથી જય એ આજે દરેકના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. શોમાં 6 વર્ષ ના લિપ બાદ અક્ષરાના જીવનમાં અભિનવની એન્ટ્રી થઈ હતી. લોકોને અભિનવ, અક્ષરા અને અભીર નું બોન્ડ એટલું પસંદ આવ્યું કે હવે તેઓ ત્રણેયને આગળ સાથે જોવા માંગે છે. શોમાંથી બહાર આવ્યા બાદ જય સોનીએ એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને તમને અભિનવ શર્માનું પાત્ર યાદ આવી જશે.
જય સોની એ શેર કર્યો ફોટો
જય સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે અભિનવ શર્માના પાત્રમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું, ‘કારણ કે દરેક તસવીર એક વાર્તા કહે છે! આ જગ્યા અભિનવના હૃદયની સૌથી નજીક છે. આ તસવીરમાં તે કસૌલીમાં અભિનવ અને અક્ષરાના ઘરની બહાર ઉભો છે. આ તસવીરમાં અભિનેતાએ નેવી બ્લુ શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલ છે. આ ફોટોના કેપ્શન સાથે તેણે પોતાના હેપ્પી પ્લેસને યાદ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: લૂંટનો પ્રતિકાર કરવા બદલ મુંબઈમાં મહિલાને ચાલતી ટ્રેનમાંથી બહાર ધકેલી દેવામાં આવી… જાણો સંપુર્ણ વિગતો…
View this post on Instagram
જય સોની એ શો ની ટિમ અને સ્ટારકાસ્ટ ના કર્યા વખાણ
શોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. શોમાં અભિનવની ભૂમિકા ભજવનાર અભિનેતા જય સોનીએ શો છોડી દીધો છે. શોમાં તેનું પાત્ર નું મૃત્યુ થયું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન જય સોનીએ તેના કો-સ્ટાર હર્ષદ અને પ્રણાલીના વખાણ કર્યા હતા. તેણે ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે મને આ શોની સ્ટાર કાસ્ટ, ટીમ અને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે, જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. અભિનવ શર્માનું પાત્ર મારા જીવનનું એક સારું પાત્ર છે.જણાવી દઈએ કે જય સોની ટીવીનો લોકપ્રિય અભિનેતા છે. ‘સસુરાલ ગેંડા ફૂલ’ શોથી તેને નામના મળી હતી.