Site icon

Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી

Yeh Rishta Kya Kehlata Hai Twist: અભિરાના મોત સાથે આવશે 7 વર્ષનો લીપ; માયરા અને વાણીના પાત્રમાં જોવા મળશે નવા ચહેરા, જાણો અત્યાર સુધીની મોટી અપડેટ

YRKKH Leap Twist: Abhira to die before 7-year leap; Sara Killekar and Arshya Sharma to join as leads.

YRKKH Leap Twist: Abhira to die before 7-year leap; Sara Killekar and Arshya Sharma to join as leads.

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Twist: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની વાર્તા હવે અરમાન-અભિરાથી ખસીને માયરા અને વાણી પર કેન્દ્રિત થઈ રહી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, શોમાં ટૂંક સમયમાં જ 7 વર્ષનો લીપ આવવાનો છે. પરંતુ આ લીપ પહેલા દર્શકોએ તેમના ફેવરિટ પાત્રને ગુમાવવું પડશે. અહેવાલો મુજબ, ડાન્સ કોમ્પિટિશન દરમિયાન એક ભયાનક અકસ્માત થશે, જેમાં અભિરા ગંભીર રીતે ઘાયલ થશે અને હોસ્પિટલમાં દમ તોડશે. અભિરાના મોત બાદ વાર્તા સંપૂર્ણપણે બદલાઈ જશે. અભિરા અંતિમ શ્વાસ લેતા પહેલા દાદી-સા પાસેથી વચન લેશે કે તેઓ તેની દીકરી વાણીનું ધ્યાન રાખશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : O Romeo Trailer Release: શાહિદ કપૂરની ફિલ્મ ‘ઓ રોમિયો’ નું ટ્રેલર આઉટ; ‘ઉસ્તરા’ લુકમાં શાહિદનો કિલર અંદાજ જોઈ સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ક્રેઝી

લીપ બાદ વાર્તામાં શું બદલાવ આવશે?

7 વર્ષના લીપ પછી જોવા મળશે કે દાદી-સા ઘરના બંને બાળકો માયરા અને વાણીની સંભાળ રાખી રહ્યા છે. જોકે, અહીં પણ પક્ષપાત જોવા મળશે. દાદી-સા પોતાનો બધો પ્રેમ માયરા પર લૂંટાવશે, જ્યારે વાણી દાદી-સાના પ્રેમ માટે તરસેલી જોવા મળશે. વાણી અને માયરા વચ્ચેના સંબંધોમાં આવતી તિરાડ વાર્તાને નવો વળાંક આપશે.હાલમાં વાણી અને માયરાના બાળપણના રોલ મયાંશી વર્મા અને ઉર્વા રૂમાની ભજવી રહ્યા છે. પરંતુ લીપ પછી આ પાત્રો મોટા થઈ જશે. રિપોર્ટ્સ મુજબ વાણી ના પાત્રમાં સારા કિલ્લેદાર જોવા મળશે. જયારે કે માયરાના રોલમાં અર્શ્યા શર્મા એન્ટ્રી લેશે. આ બંને નવી એક્ટ્રેસિસની એન્ટ્રીથી શોના રેટિંગમાં પણ વધારો થવાની અપેક્ષા છે.


ટીઆરપી રેટિંગમાં પણ આ શો ટોપ લિસ્ટમાં યથાવત છે. ૨૦૨૬ના ત્રીજા અઠવાડિયામાં તેને ૧.૮ રેટિંગ મળ્યું છે. મેકર્સ માને છે કે આ નવો લીપ અને અભિરાના મોતનો ભાવુક ટ્વિસ્ટ પ્રેક્ષકોને ફરીથી શો સાથે જોડશે. જોકે, અભિરાના મોતની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ બની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version