News Continuous Bureau | Mumbai
YRKKH leap: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ વર્ષોથી દર્શલો નું મનોરંજન કરી રહ્યો છે. હવે મીડિયા માં એવી ચર્ચા છે કે શો માં એક લીપ આવવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષરા અને અભિમન્યુના લગ્ન પછી અભિર, અક્ષરાના ગર્ભસ્થ બાળક અને રૂહીની વાર્તા બતાવવામાં આવશે. પરંતુ, સવાલ એ થાય છે કે શોમાં લીપ ક્યારે આવશે અને લીપ પછી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લીડ રોલ માં કોણ હશે? જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ શો આવતા મહિનાના અંત સુધીમાં એટલે કે ઓક્ટોબરમાં લીપ લેશે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લિપ
એવું કહેવાય છે કે મેકર્સે હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડને લિપ વિશે જાણ કરી છે જે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં થવાની ધારણા છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આ ત્રીજો લિપ હશે કારણ કે ક્રિએટિવ ટીમ પાસે હવે કોઈ સ્ટોરી બાકી નથી.હવે શોની નવી કાસ્ટ વિશે માહિતી આવી છે. સમાચાર છે કે ફહમાન ખાન અને તેજસ્વી પ્રકાશ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. જોકે, શોની નજીકના એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે આ સાચું નથી. સૂત્રએ કહ્યું, “ના, આ સાચું નથી. શોના નિર્દેશક રાજન શાહી હંમેશા તેમના શોમાં હિના ખાન, શિવાંગી જોશી અને પ્રણાલી રાઠોડ જેવા નવા ચહેરાઓને તક આપે છે. તેમની પાસે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માટે મોટી યોજના છે. પ્રોડક્શન હાઉસ ચોક્કસપણે તેજસ્વી અને ફહમાન સાથે કામ કરવાનું પસંદ કરશે. આ બંને મહાન કલાકારો છે. પરંતુ, તેઓ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જોવા મળશે નહીં. રાજન શાહી ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ની મુખ્ય ભૂમિકામાં નવા ચહેરા ના ઓડિશન લેશે.”
આ સમાચાર પણ વાંચો: Ranbir alia shahrukh: એક જ ફ્રેમ માં જોવા મળ્યા રણબીર આલિયા અને શાહરુખ ખાન, આ પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ, જુઓ વિડીયો
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કરંટ ટ્રેક
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરા અને અભિમન્યુના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે. અક્ષરા તેના પુત્ર અભિની ખાતર અભિમન્યુ સાથે સાત ફેરા લેવા સંમત થઈ છે. જોકે, મહેંદી સેરેમની દરમિયાન અક્ષરાને ખબર પડશે કે તે અભિનવના બાળકની માતા બનવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છ વર્ષ પહેલા અભિનવે જે રીતે અભિમન્યુના પુત્રને પિતાનો પ્રેમ આપ્યો હતો. એ જ રીતે અભિમન્યુ પણ પોતાનું નામ અભિનવના બાળકને આપશે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.