News Continuous Bureau | Mumbai
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં નવો ટ્વિસ્ટ આવવાનો છે. અભિમન્યુ અને અક્ષરા વચ્ચેના ગૂંચવાયેલા સંબંધોનો ઉકેલ આવવાનો છે. બિરલા પરિવારમાં ખુશીઓ દસ્તક દેવાની છે. જ્યારે, અક્ષરા અને શર્મા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી જવાનો છે. 28 જૂનથી ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં બતાવવામાં આવનાર આ ટ્વિસ્ટ વિશે વાંચો.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે નવો ટ્વીસ્ટ
મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોમોમાં આ નવા ટ્વિસ્ટની જાણકારી મળી છે. પ્રોમોની શરૂઆત અક્ષરા અભિર ને તૈયારી કરી રહી છે. તેણી અભિરનો સામાન પેક કરે છે અને અભિમન્યુને સોંપે છે. અભિરને જતા જોઈને તે રડવા લાગે છે. અક્ષરાને રડતી જોઈ અભિર નારાજ થઈ જાય છે. તે કહે છે, ‘થોડા દિવસોની જ વાત છે. હું હંમેશ માટે થોડી જાઉં છું મમ્મા.’ તેથી જ અભિનવ કહે છે, ‘માતાના પ્રેમની સામે કાયદો મોટો સાબિત થયો. હવે અભિર હંમેશા ભાઈજી સાથે રહેશે.
New promo & HC look 🫠
Finally Abhi gets his baby, he missed out on 6yrs time to make memories 🥹#HarshadChopda • #AbhimanuBirla #Abhi • #yrkkh
— 🍃Naz🍂{Yeh Rishta Kya Kehlata Hai 🤡} (@Naz_K_21) June 20, 2023
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં એકલા રહી જશે અભિનવ અને અક્ષરા
જે પ્રોમો સામે આવ્યો છે તેમાં અક્ષરાના મોટા અને આલીશાન ઘરને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સ્ટોરીમાં લીપ આવવાનો છે. આ લીપ સાથે અભિરનો કસ્ટડીનો કેસ પણ ખતમ થઈ જશે. કાયદો અભિની કસ્ટડી અભિમન્યુને આપશે. અભિર અભિમન્યુ પાસે જશે. બીજી તરફ, અક્ષરા તેના પતિ અભિનવ સાથે કસૌલીમાં રહેશે.
આ સમાચાર પણ વાંચો: સરકારી નોકરી છોડી ગ્લેમર વર્લ્ડ માં પગ મુક્યો અનુપમા ની આ અભિનેત્રી એ, લાલુ પ્રસાદ યાદવે અપાવી હતી જોબ, જાણો તે અભિનેત્રી વિશે