News Continuous Bureau | Mumbai
Zareen khan:કોલકાતાની એક કોર્ટે ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. તેના પર કથિત રીતે છેતરપિંડીનો આરોપ છે. ઝરીન ખાન વિરુદ્ધ વર્ષ 2018માં કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ તપાસ અધિકારીએ ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ ઝરીન ખાને ન તો જામીન માટે અપીલ કરી કે ન તો કોર્ટમાં હાજર થઈ. તેની વારંવાર ગેરહાજરીને કારણે કોર્ટે હવે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ સમગ્ર મામલે ઝરીન ખાને કહ્યું કે તે પોતે પણ આશ્ચર્યચકિત છે.
ઝરીન ખાન સામે છેતરપિંડી નો કેસ
વર્ષ 2018માં ઝરીન ખાન કોલકાતામાં દુર્ગા પૂજા કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હતી. આયોજકો તેના આગમનની રાહ જોતા રહ્યા પરંતુ તે આવી નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, એક આયોજકે ઝરીન ખાન અને તેના મેનેજર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ બંને વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ઝરીન ખાન પૂછપરછ માટે આવી ન હતી. તેણે આયોજકો પર ખોટી માહિતી આપવાનો આરોપ લગાવ્યો. આયોજકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં બંગાળના મુખ્યમંત્રી સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ ભાગ લેશે. પાછળથી તેની ટીમને ખબર પડી કે આ કાર્યક્રમ ખૂબ જ નાના પાયાનો હતો. તેણે એમ પણ કહ્યું કે તેને ફ્લાઈટ ટિકિટ અને રહેવાની વ્યવસ્થા અંગે યોગ્ય માહિતી મળી નથી, જેના પછી તેણે શો છોડવાનો નિર્ણય કર્યો.
આ સમાચાર પણ વાંચો : jawan success event: ‘જવાન’ ની સફળતા પર શાહરૂખ ખાને શેર કર્યો ફિલ્મના સેટ પર નો અનુભવ, આ લોકો ને ગણાવ્યા ફિલ્મ ના અસલી હીરો,જાણો વિગત
ઝરીન ખાને નથી કરી જામીન ની અરજી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આયોજકો એ ઝરીન ખાન વિરુદ્ધ સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તપાસ બાદ તેની અને તેના મેનેજર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં તેના મેનેજરે કોર્ટમાં હાજર થઈને જામીન માંગ્યા હતા જ્યારે અભિનેત્રીએ તેમ કર્યું ન હતું.ધરપકડ વોરંટ જારી થયા બાદ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ઝરીન ખાને કહ્યું, ‘મને ખાતરી છે કે તેમાં કોઈ સત્ય નથી. મને પણ આઘાત લાગ્યો છે અને હું મારા વકીલોના સંપર્કમાં છું. હું તમને પછીથી સ્પષ્ટપણે કહી શકીશ. તમે હવે આ બાબતે મારા PR સાથે વાત કરી શકો છો.