News Continuous Bureau | Mumbai
Bhupendra Patel મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે જન આરોગ્ય ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિ, સ્વાસ્થ્ય યોજનાઓ અને ટેક્નોલોજી આધારિત સેવાઓની વિસ્તૃત વિગતો અહીં આપવામાં આવી છે.
Bhupendra Patel- PMJAY-MA યોજના અને ડિજિટલ હેલ્થ કાર્ડ દ્વારા મજબૂત આરોગ્ય સુરક્ષા
૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પાંચ વર્ષોમાં જન આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત, સુલભ અને ટેક્નોલૉજી આધારિત સેવાઓના વિસ્તરણ માટે અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સહાય ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૨.૯૨ કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે, અને અત્યારસુધીમાં ૧.૧૫ કરોડ ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
Bhupendra Patel- સંસ્થાકીય ડિલિવરી, નમોશ્રી યોજના અને “સ્વસ્થ ગુજરાત” અભિયાન
નમોશ્રી યોજના હેઠળ અત્યારસુધીમાં ૮ લાખથી વધુ મહિલાઓને કુલ ₹૫૪૦ કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. માતૃત્વ અને બાળ આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર કામગીરી કરી છે અને રાજ્યમાં ૯૯.૯૭% સંસ્થાકીય ડિલિવરી દર નોંધાયો છે, જેના પગલે ગુજરાતે રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. “વર્લ્ડ ઓબેસિટી ડે” ના દિવસે ગુજરાતમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૩૧,૦૨૧ નિક્ષયમિત્રનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ૫,૭૬,૩૪૪ પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. મિશન ઇન્દ્રધનુષ હેઠળ ૯,૯૫,૩૯૫ બાળકો અને ૨,૨૫,૯૬૦ સગર્ભા મહિલાઓનું રસીકરણ કરાયું છે.
Bhupendra Patel-રાજકોટ AIIMS, આરોગ્ય સમીક્ષા કેન્દ્ર અને ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ AIIMS નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ થયો છે. નાગરિકોને આરોગ્યસેવાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ મળી રહે તે માટે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’ નું લોકાર્પણ કરાયું છે અને ૧૦૮ એમ્બ્યુલન્સની કુલ સંખ્યા ૧,૪૫૫ થઈ છે. આ ઉપરાંત, આદિજાતિ વિસ્તારના નાગરિકોના આરોગ્ય માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે આરોગ્ય સંશોધનને વેગ આપશે.
👉 આ સમાચાર વાચો:
CM Bhupendra Patel સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું ગુજરાત