CM Bhupendra Patel સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું ગુજરાત

CM Bhupendra Patel ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹૨,૧૧૦ કરોડથી વધુની સહાય અને મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અંતર્ગત શૈક્ષણિક માળખામાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે

by Akash Rajbhar
CM  Bhupendra Patel સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું ગુજરાત

 

News Continuous Bureau | Mumbai

CM Bhupendra Patel મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે શિક્ષણ ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ, કલ્યાણકારી યોજનાઓ અને માળખાકીય વિકાસની વિસ્તૃત વિગતો અહીં આપવામાં આવી છે.

CM Bhupendra Patel- ‘નમો લક્ષ્મી’ અને કલ્યાણકારી યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન

૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, ટેક્નોલૉજી અને નવીનતા સાથે વિદ્યાર્થીઓને શિક્ષણની વધુ સારી તકો મળે તે માટે અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૪ માં શરૂ કરાયેલી ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. યોજના શરૂ થયા બાદ અત્યારસુધીમાં ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹૨,૧૧૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ પણ લાખો વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની સહાય આપવામાં આવી છે.

CM Bhupendra Patel- ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ અને શૈક્ષણિક માળખાનો વ્યાપક વિકાસ

ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ નું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે. ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ હેઠળ અત્યારસુધીમાં ૧૩,૩૫૩ નવા વર્ગખંડો, ૨૧,૦૦૦ નવી કમ્પ્યુટર લેબ્સ, ૧,૦૯,૦૦૦ નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ અને ૫,૦૦૦ નવી STEM લેબ્સનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૪ ની ભરતીમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૯,૪૦૦ શિક્ષણ સહાયકો અને ૪૭૦ આચાર્યોની ભરતી કરવામાં આવી છે. રાજ્યની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પૉલિસી’ નાબૂદ કરવામાં આવી છે અને ડ્રોપઆઉટ રેટ ૨૦૦૧-૦૨ ના ૩૭.૨૨ ટકા સામે ઘટીને ૨૦૨૪-૨૫ માં માત્ર ૨.૩૫ ટકા થયો છે. સંભવિત ડ્રોપઆઉટની વહેલી ઓળખ માટે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) પણ અમલમાં મૂકવામાં આવી છે.

CM Bhupendra Patel- ઉચ્ચ શિક્ષણ, સંશોધન, SHODH અને SSIP 2.0 દ્વારા સ્ટાર્ટઅપ્સને વેગ

વિદ્યાર્થીઓને પોતાના વતનની નજીક ઉચ્ચ શિક્ષણની તકો મળી રહે તે માટે છેલ્લા પાંચ વર્ષમાં બિન આદિજાતિ વિસ્તારોમાં ૨૪ અને આદિજાતિ વિસ્તારોમાં ૧૭ મળી કુલ ૪૧ નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ હજારો વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે SHODH યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ₹૧૧૩.૫૨ કરોડની સહાય આપવામાં આવી છે, જ્યારે SSIP 2.0 હેઠળ હજારો વિદ્યાર્થીઓના નવીન વિચારોમાંથી સેંકડો સ્ટાર્ટઅપ્સ સ્થાપિત થયા છે.

👉 આ સમાચાર વાચો:
Chief Minister Bhupendra Patel Completes 5 Years મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More