News Continuous Bureau | Mumbai
Fact Check: લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા નકલી વીડિયો હાલ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો ગુજરાતમાં અદાણી પોર્ટના ( Adani Port ) નામે ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે અદાણી પોર્ટ પરથી મોટી સંખ્યામાં ગાયોને અન્ય દેશોમાં મોકલવામાં આવી રહી છે. જો કે તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ વીડિયો અદાણી પોર્ટનો નહીં પરંતુ અન્ય કોઈ દેશનો છે. વાયરલ થયેલો વિડિયો ગુજરાત બંદર સાથે સંબંધિત નથી કે ભારતના કોઈ બંદરનો વિડિયો નથી.
સોશિયલ મીડિયા યુઝર ‘અદનાન હમીદે’ આ વાયરલ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, અદાણી પોર્ટ પર હજારો ગાયો ( Cows ) ટ્રકોમાં ઉભી છે. આરબ દેશોમાં ( Arab countries ) જવા માટે… આરબ દેશમાં ત્યાં ગાયોની કેવા પ્રકારની પૂજા કરશે? વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અન્ય ઘણા વપરાશકર્તાઓએ પણ સમાન અને મળતા દાવા સાથે વિડિઓ શેર કર્યો હતો. જો કે તપાસ દરમિયાન આ દાવો ખોટો હોવાનું બહાર આવ્યું હતું.
गुजरात :- *अडानी* के पोर्ट पर *हजारों गाय* 🐄 ट्रको में खड़ी है। *अरब के देशों* में जाने के लिए… 😱😱😱
जिन्हे वहां काटा जाएगा…..कहा मर गए भक्तों..?? गधों को याद दिला दूं की गौ मांस का धंधा करने वालो से ही भाजपा ने चंदा लिया है। सब पैसे का खेल है।
😄 pic.twitter.com/wi3MA6pZKa— Kalyan sahai Meena (@Kalyansahai1407) April 28, 2024
Fact Check: આ વીડિયો અન્ય એક યુઝરની પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
વાસ્તવમાં, એક વાયરલ વીડિયોમાં બંદર પર ગાયોથી ભરેલી ટ્રકોની લાંબી લાઈનો દેખાતી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો ગુજરાતના અદાણી બંદરેથી ગાયોની સપ્લાયનો છે. આ ગાયોને કતલ માટે આરબ દેશોમાં મોકલવામાં આવી રહી છે.
શું આ વિડીયો સાચો કે ખોટો તેની તપાસ કરવામાં આવી હતી.તે સમયે વાયરલ વીડિયોની કી-ફ્રેમ રિવર્સ ઈમેજ સર્ચ કર્યા બાદ આ વીડિયો ‘હમેદ ELhagary’ નામની ફેસબુક પ્રોફાઈલ પર જોવા મળ્યો હતો. આ વીડિયોને અરબી સબટાઈટલ સાથે શેર કરવામાં આવ્યો હતો. અરબીમાંથી શબ્દોનું ભાષાંતર કર્યા પછી, એવી કોઈ માહિતી મળી નથી, જે આ વિડિયોમાં સ્થાન વિશે માહિતી આપે.
આ સમાચાર પણ વાંચો : Chanakya Niti : ભૂલથી પણ આ ચાર જગ્યાઓએ ક્યારે ન રોકાતા, જીવનમાં આટલી બાબતોનું હંમેશા ધ્યાન રાખો.. જાણો શું છે આ ચાણક્ય નિતી..
વીડિયોની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ વીડિયો અન્ય એક યુઝરની પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈપણ વિડિયોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે આ વીડિયો ગુજરાત ( Gujarat ) કે ભારત સાથે સંબંધિત છે. વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોમાં બે લોકો જોઈ શકાય છે, જેમનો ડ્રેસ સામાન્ય રીતે ખાડી દેશોના લોકો જેવો જ દેખાય રહ્યો છે. વિડિયોના સ્થાન વિશે માહિતી મેળવવા માટે કેટલીક અન્ય કીફ્રેમને ફરીથી રિવર્સ ઈમેજ સર્ચ કરવામાં આવી હતી. શોધમાં અલ માયાદીન ચેનલ નામની યુટ્યુબ ચેનલ પર એક વર્ષ પહેલા અપલોડ કરવામાં આવેલ વિડિયો મળ્યો હતો, જે ઈરાકના કસરમાં એક બંદરનો હતો.
No. India does not export “cow-meat” as it is illegal to do so.
Here is a RTI. https://t.co/TqmaDMbmaX pic.twitter.com/wbqXPq3yo0
— Aabhas Maldahiyar 🇮🇳 (@Aabhas24) June 26, 2023
Fact Check: ગુજરાતના અદાણી પોર્ટ પરથી આરબ દેશોમાં ગાયોની નિકાસ કરવાનો આ દાવો ખોટો સાબિત થયો હતો…
તેમજ આ વાયરલ વીડિયો ( Viral Video ) અંગે અદાણી ગ્રુપના પ્રવક્તાએ મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ વીડિયો અમારા કોઈપણ પોર્ટ સાથે સંબંધિત નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની વેબસાઇટ apeda.gov.in, જ્યાં ભારતમાંથી માંસની નિકાસનો ડેટા ઉપલબ્ધ છે, તે પણ તપાસવામાં આવ્યું હતું. આંકડા મુજબ, ભારતની માંસની નિકાસમાં ભેંસના માંસનો હિસ્સો છે. જો કે ભારત સરકાર ગાયને સપ્લાય કરતું નથી.
આ સમાચાર પણ વાંચો : Second Hand iPhone: સસ્તા સેકન્ડ હેન્ડ એન્ડ્રોઈડ કે આઈફોન ખરીદતા પહેલા આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખો.. નહીં તો થઈ શકે છે મોટું નુકસાન..
તેથી ગુજરાતના અદાણી પોર્ટ પરથી આરબ દેશોમાં ગાયોની સપ્લાય ( Cows Supply ) કરવાનો આ દાવો ખોટો સાબિત થયો હતો અને તેની સાથે વાયરલ થઈ રહેલો વીડિયો ભારતનો નહીં પરંતુ ઈરાકના બંદરનો હોવાનો સાબિત થાય છે. આ ચૂંટણીના સંબંધમાં ભારતના નામે ખોટા દાવા સાથે આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)