Union Budget 2024-2025: સામાન્ય બજેટમાં રેલવે માટે નાણાકીય વર્ષ 2024-25 માટે કેપેક્સ તરીકે રૂ. 2,62,200 કરોડની વિક્રમી ફાળવણી

Union Budget 2024-2025: કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે, અર્થતંત્ર અત્યારે ઘણું મજબૂત છે

by Hiral Meria
In the General Budget, as capex for Railways for the financial year 2024-25, Rs. A record allocation of 2,62,200 crores

 News Continuous Bureau | Mumbai

Union Budget 2024-2025: કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે  ( Ashwini Vaishnaw ) જણાવ્યું હતું કે, અર્થતંત્ર અત્યારે ઘણું મજબૂત છે અને ભૂતકાળની સરખામણીએ મજબૂત સ્તરે છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે અર્થતંત્ર કલ્યાણ, રાજકોષીય સમજદારી, મૂડી રોકાણ અને ઉત્પાદનમાં રોકાણનું સંયોજન છે. તેમણે ઉમેર્યું હતું કે, નાણાં મંત્રીએ ( Nirmala Sitharaman ) રજૂ કરેલું બજેટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓનું સાતત્ય છે, જે સર્વસમાવેશક વૃદ્ધિ પર કેન્દ્રિત છે, જે છેલ્લાં 10 વર્ષમાં આ સરકારનો મુખ્ય આધાર રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે રેલવેને ( Railways ) વિશ્વકક્ષાની બનાવવા પર વિશેષ ભાર મૂક્યો છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે  સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું હતું. આ નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારે રેલવે માટે રેકોર્ડ કેપેક્સની ફાળવણી કરીને રૂ. 2,62,200 કરોડ કરી છે. વર્ષ 2024-25 દરમિયાન રેલવેને કુલ અંદાજપત્રીય ટેકો રૂ. 2,52,200 કરોડ છે.

અગાઉ વર્ષ 2023-24માં રૂ. 2,40,200 કરોડનો કુલ અંદાજપત્રીય ટેકો હતો, જે વર્ષ 2013-14માં માત્ર રૂ. 28,174 કરોડ હતો. કેપેક્સમાં ઉમેરવાનું પરિણામ સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે આઇઆરએ નાણાકીય વર્ષ 2023-24માં 1588 એમટીનું ઓલટાઇમ હાઇ ફ્રેઇટ લોડિંગ હાંસલ કર્યું છે, જે વર્ષ 2014-15માં 1095 મેટ્રિક ટન હતું અને રેલવે વર્ષ 2030 સુધીમાં 3,000 એમટીનાં લક્ષ્યાંક તરફ આગેકૂચ કરી રહી છે. રેલવેએ વર્ષ 2023-24માં રૂ. 2,56,093 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ કુલ આવક હાંસલ કરી હતી અને કેપેક્સની પૂર્તિ માટે રૂ. 3,260 કરોડની ચોખ્ખી આવક ઊભી કરી હતી.

દિવસનાં અંતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “રેલવે માટે રૂ. 2,62,200 કરોડની વિક્રમી ફાળવણી કરવા બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો આભાર માનું છું. રેલવેમાં સલામતીને લગતી પ્રવૃત્તિઓ માટે નોંધપાત્ર ભંડોળ અંકિત કરવામાં આવ્યું છે. આ સરકારના ત્રીજા કાર્યકાળમાં રેલવેને સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે.”

આ સમાચાર પણ વાંચો  : Union Budget 2024: સ્ટાર્ટઅપ કંપનીઓને મોદી સરકારની ભેટ, હવે નહીં ભરવો પડે આ ટેક્સ; જાણો વિગતે..

રેલવેએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ( Railway Infrastructure ) પણ અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં રેલવેએ 31,180 ટ્રેક કિ.મી. ટ્રેક પાથરવાની ગતિ વર્ષ 2014-15માં દરરોજ 4 કિલોમીટરથી વધીને વર્ષ 2023-24માં 14.54 કિલોમીટર પ્રતિ દિવસ થઈ હતી. વર્ષ 2014-2024 દરમિયાન આઇઆરએ 41,655 રૂટ કિલોમીટર (આરકેએમ)નું વિદ્યુતીકરણ કર્યું છે, જ્યારે વર્ષ 2014 સુધી ફક્ત 21,413 રુટ કિલોમીટરનું જ વિદ્યુતીકરણ થયું હતું.

આ વર્ષના બજેટમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વધારાના ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. આ ભંડોળ વ્યૂહાત્મક નોડ્સ પર ઔદ્યોગિક ક્લસ્ટરો વિકસાવવા માટે જરૂરી માળખાગત સુવિધાઓને ટેકો આપશેઃ વિશાખાપટ્ટનમ-ચેન્નાઈ ઔદ્યોગિક કોરિડોર પર કોપ્પર્થી, આંધ્રપ્રદેશમાં હૈદરાબાદ-બેંગલુરુ ઔદ્યોગિક કોરિડોર પર ઓર્વકલ અને બિહારમાં અમૃતસર-કોલકાતા ઔદ્યોગિક કોરિડોર પર ગયા. આ પહેલનો હેતુ ભારતના પૂર્વીય ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને ઉત્તેજન આપવાનો છે

રેલવેએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે નવો અભિગમ અપનાવ્યો છે. ત્રણ આર્થિક રેલવે કોરિડોર – ઊર્જા, ખનિજ અને સિમેન્ટ કોરિડોર (192 પ્રોજેક્ટ્સ); મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીને સક્ષમ બનાવવા માટે પીએમ ગતિ શક્તિ મિશન અંતર્ગત પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર (42 પ્રોજેક્ટ્સ) અને હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર (200 પ્રોજેક્ટ્સ)ની ઓળખ કરવામાં આવી છે. ક્ષમતામાં વધારો, હાઈ ડેન્સિટી નેટવર્ક્સની ભીડ ઓછી કરવી, દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવો, પેસેન્જર અનુભવમાં વધારો કરવો અને તેમની સલામતી એ સરકાર માટે પ્રાથમિકતાનાં ક્ષેત્રો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો  : Today’s Horoscope : આજે ૨૪ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Join Our WhatsApp Community

You may also like