News Continuous Bureau | Mumbai
Interim Budget 2024:
- વર્ષ 2023-24માં રાજકોષીય ખાધ જીડીપીના 5.8 ટકા રહી હતી. 2024-25માં જીડીપીના 5.1 ટકા રહેવાનો અંદાજ
- વર્ષ 2023-24 (આરઇ)ની સરખામણીમાં વર્ષ 2024-25માં કુલ ખર્ચમાં ₹2.76 લાખ કરોડનો વધારો કરવામાં આવશે. 47.66 લાખ કરોડનો અંદાજ
- વર્ષ 2023-24માં ઊંચી આવક અર્થતંત્રમાં વૃદ્ધિની ગતિ અને ઔપચારિકતા સૂચવે છે.
- ખાનગી ક્ષેત્ર માટે ધિરાણની વધુ ઉપલબ્ધતાની સુવિધા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓછું ઋણ
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં 2024-25નું વચગાળાનું અંદાજપત્ર રજૂ કરતી વખતે મૂડીગત ખર્ચ, 2023-24ના સુધારેલા અંદાજો અને 2024-25ના અંદાજપત્રીય અંદાજોની રૂપરેખા રજૂ કરી હતી.
મૂડીગત ખર્ચના ખર્ચમાં નોંધપાત્ર વધારો
કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 માટે મૂડીગત ખર્ચનો ખર્ચ 11.1 ટકા વધારીને અગિયાર લાખ, અગિયાર હજાર, એકસો અને અગિયાર કરોડ રૂપિયા (₹11,11,111 કરોડ) કરવામાં આવી રહ્યો છે. આ જીડીપીના 3.4 ટકા જેટલો થાય છે. વધુમાં, તેમણે ઉલ્લેખ કર્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં કેપએક્સ (CapEx) ના મોટા પાયે ટ્રિપલિંગને પરિણામે આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ભારે ગુણાકારની અસર થઈ રહી છે.
સુધારેલા અંદાજ 2023-24
કેન્દ્રીય નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, “ઉધાર સિવાયની કુલ આવકનો સુધારેલો અંદાજ ₹ 27.56 લાખ કરોડ છે, જેમાંથી કરની પ્રાપ્તિ ₹23.24 લાખ કરોડ છે. કુલ ખર્ચનો સુધારેલો અંદાજ ₹ 44.90 લાખ કરોડ છે.”
મહેસૂલી આવક વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ₹ 30.03 લાખ કરોડની મહેસૂલી આવક બજેટ અંદાજ કરતાં વધારે હોવાની ધારણા છે, જે અર્થતંત્રમાં મજબૂત વૃદ્ધિની ગતિ અને ઔપચારિકતા દર્શાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નોમિનલ ગ્રોથ અંદાજોમાં નરમાઈ હોવા છતાં રાજકોષીય ખાધનો સુધારેલો અંદાજ જીડીપીના 5.8 ટકા રહ્યો છે, જે બજેટના અંદાજમાં સુધારો દર્શાવે છે.
બજેટનો અંદાજ 2024-25
- 2024-25માં ઋણ સિવાયની કુલ આવક ₹30.80 લાખ કરોડ હોવાનો અંદાજ છે અને કુલ ખર્ચ ₹47.66 લાખ કરોડ થવાનો અંદાજ છે. ₹ 26.02 લાખ કરોડની ટેક્સ રિસિપ્ટ્સનો અંદાજ છે.
વધુમાં, કેન્દ્રીય નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, “રાજ્યોને મૂડી ખર્ચ માટે પચાસ વર્ષના વ્યાજ મુક્ત લોનની યોજના આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવશે, જેમાં કુલ ખર્ચ રૂ. 1.3 લાખ કરોડ છે.”
શ્રીમતી સીતારામને જણાવ્યું હતું કે, “વર્ષ 2024-25માં રાજકોષીય ખાધ જીડીપીનાં 5.1 ટકા રહેવાનો અંદાજ છે.” 2021-22 માટે તેમના કેન્દ્રીય બજેટ ભાષણમાં ઉલ્લેખ કર્યા મુજબ રાજકોષીય એકત્રીકરણના માર્ગને વળગી રહીને, તેમણે 2025-26 સુધીમાં તેને 4.5 ટકાથી નીચે ઘટાડવાનો ઉલ્લેખ કર્યો હતો.
બજાર દેવું
કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 દરમિયાન ડેટેડ જામીનગીરીઓ મારફતે કુલ અને ચોખ્ખું બજારનું ઋણ અનુક્રમે ₹14.13 લાખ કરોડ અને ₹11.75 લાખ કરોડ હોવાનો અંદાજ છે. ખાનગી રોકાણોમાં વધારા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર દ્વારા ઓછું ધિરાણ ખાનગી ક્ષેત્ર માટે ધિરાણની મોટી ઉપલબ્ધતાની સુવિધા આપશે.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
