News Continuous Bureau | Mumbai
અમેરિકામાં(USA) ફરી એકવાર સામૂહિક ગોળીબારની(Mass shooting) મોટી ઘટના સામે આવી છે.
યુએસના મીડિયા અહેવાલો અનુસાર, રવિવારે ઓક્લાહોમામાં(Oklahoma) આઉટડોર મેમોરિયલ ડે ફેસ્ટિવલમાં(Outdoor Memorial Day Festival) ગોળીબાર(Firing) થયો હતો.
આ ગોળીબારની ઘટનામાં 39 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય 7 લોકોની હાલત ગંભીર છે.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
આ ફેસ્ટિવલમાં લગભગ 1,500 લોકોએ હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે,પાંચ દિવસ અગાઉ દક્ષિણ ટેક્સાસની(South Texas) એક પ્રાથમિક શાળામાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં 18 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોના મોત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક ની લહેર, અમેરિકાના આ પ્રખ્યાત અભિનેતા નું થયું નિધન